બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં બાળકો દ્રારા વિરાટ વ્યસનમુક્તિ અભિયાન અને બાલિકાઓ દ્રારા પ્રકૃતિ સંવર્ધન અભિયાનનો પ્રારંભ

44

આઝાદીનાં અમૃત મહોત્સવ અને પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં બાળકો દ્રારા વિરાટ વ્યસનમુક્તિ અભિયાન અને બાલિકાઓ દ્રારા પ્રકૃતિ સંવર્ધન અભિયાન તા. ૮.૫.૨૨ થી ૨૨.૫.૨૨ સતત ૧૫ દિવસ સુધી સમગ્ર ભારતમાં યોજાશે. ભાવનગરમાં આ અભિયાનનો પ્રારંભ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત પરમ પૂજય ડોકટર સ્વામીએ અક્ષરવાડી ખાતે યોજાયેલ બાળ-બાલિકા સંમેલનમાં કરાવ્યો અને સૌને શુભ આશિષ પાઠવ્યા. આ સંમેલનમાં ૧૫૦૦ થી વધું બાળકો તથા બલિકાઓ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે નાયબ જીલ્લા શિક્ષણાધિકારી પાંડે ખાસ હાજર રહયા હતાં. આ અભિયાન અંતર્ગત વ્યસનમુક્તિ અભિયાનમાં ૧૧ થી ૧૩ વર્ષના ભાવનગરના ફુલ ૪૦૦ થી વધુ બાળકો અને કાર્યકરો ૧,૦૦,૦૦૦ વ્યક્તિઓનો તથા પ્રકૃતિ સંવર્ધન અભિયાનમાં ૩૨૫ થી વધુ બાલિકાઓ અને કાર્યકરો ૭૫૦૦૦ મહિલાઓનો સંપર્ક કરશે,આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે માનવજાતની રક્ષા કરવી, પ્રકૃતિની રક્ષા કરવી અને ભવિષ્યની રક્ષા કરવી. બાળકો વ્યસનીઓને બીડી, સિગારેટ, તમાકુ, ગુટખા, દારૂ વગેરે વ્યસનો છોડવા માટે સમજાવશે તો બાલિકાઓ પાણી, વીજળીની બચત કરવા અને વૃક્ષો વાવવા માટે સમજાવશે. આ અભિયાનની પૂર્ણાહુતિ સમયે વિરાટ વ્યસનમુક્તિ રેલીનું આયોજન થશે. વેકેશનનો સદુપયોગ કરી સમાજસેવાનું વિરાટ સેવાકાર્ય કરનાર આપણા આંગણે આવતા બાળકો, બાલિકાઓને સહકાર આપી પ્રોત્સાહિત કરશો.

Previous articleઋષિકેશ ખાતે રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને યોજાઈ ભાગવત કથા
Next articleસાબરકાંઠા જિલ્લાના તલોદ મુકામે દાનવીરશ્રી બાબુભાઇ દેસાઇના અધ્યક્ષ-સ્થાને યોજાયેલ બહુહેતુક શૈક્ષણિક સંકૂલના ભૂમિ-પૂજનનો ભવ્ય કાર્યક્રમ