શિખર ધવન મેનસ્ટ્રીમ ફિલ્મમાં એક્ટિંગ કરશે

33

મુંબઇ,તા.૧૭
ભારતીય ક્રિકેટ ટીમના બેટર શિખર ધવન જલ્દી જ એક્ટિંગ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્‌સ અનુસાર શિખર ધવન એક બિગ મેનસ્ટ્રીમ ફિલ્મની સાથે એક્ટિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે શિખર પહેલા જ આ ફિલ્મની શૂટિંગ પુરી કરી ચુક્યા છે. જોકે હજુ સુધી ફિલ્મનું ટાઈલ સામે નથી આવ્યું. ફિલ્મ સાથે જોડાયેલા નજીકના સૂત્રોએ જણાવ્યા અનુસાર, “શિખર હંમેશા એક્ટર્સનું ખૂબ સન્માન કરે છે અને હવે તેમને એક ફિલ્મમાં કેરેક્ટર પ્લે કરવા મળ્યું. તો તે તેમાં શામેલ થઈને ખૂબ ખુશ હતા. પ્રોડ્યુસરર્સને લાગ્યું કે શિખર આ કેરેક્ટર માટે બેસ્ટ છે. અમુક જ મહિના પહેલા જ મેકર્સે આ ફિલ્મ માટે શિખરને અપ્રોચ કર્યા હતા. શિખરનો આ ફિલ્મમાં પ્રોપર ફુલ લેન્થ રોલ છે. કેમિયો નથી. તેમનો પાર્ટ ફિલ્મ માટે મહત્વપૂર્ણ છે. ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની આશા છે. ”
ગયા વર્ષે ઓક્ટોબરમાં ક્રિકેટના ’ગબ્બર’ એટલે કે શિખરને અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ’રામ સેતુ’ના સેટ પર સ્પોર્ટ કરવામાં આવ્યા હતા. તેની આ ફિલ્મમાં જેકલીન ફર્નાંડિસ અને નુસરત ભરૂચા પણ લીડ રોલમાં છે. શિખરના સેટ પર જવાના કારણે અફવાહ ઉડી હતી કે ક્રિકેટર ફિલ્મનો ભાગ છે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર શિખર ’રામ સેતુ’ની સાથે પોતાની શરૂઆત નથી કરી રહ્યા. હકીકતે શિખર અને અક્ષય ખૂબ જ સારા મિત્રો છે. આજ કારણ છે કે તે ફિલ્મના સેટ પર ફક્ત તેમને મળવા આવ્યા હતા.