GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

37

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૮૮. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષણ કોણ છે ?
– ભાગ્યેશભાઈ જહાં
૮૯. ગુજરાતીમાં સૌપ્રથમ ‘ભણકારા’એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ?
– બ.કે.ઠાકોર
૯૦. ‘પુર્વાલાપ’ ના રચયિતા ?
– મણિશંકર રત્નજી ભટ્ટ
૯૧. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર ‘કોલંબસનો વૃત્તાંત’ના લેખક નીચેનામાંથી કોણ ?
– પ્રાણલાલ મથુરદાસ
૯ર. ‘અતિજ્ઞાન’ના રચયિતા કવિ કાન છે, આ ‘અતિજ્ઞાન’ શું છે ?
– ખંડકાવ્ય
૯૩. નર્મદના જીવન પરથી જીવન કયા – ‘વીર નર્મદ’ કોણે લખી છે ?
– વિશ્વનાથ ભટ્ટ
૯૪. ‘કલમ ! હવે તારે ખોળે છઉ’ આ અરજ કોની ?
– વીર નર્મદ
૯પ. ઉંમરમાં નાની હોય તેવી વ્યકિતને પત્ર લખતા અભિવાદન શું થાય ?
– શુભાશિષ
૯૬. વડીલ વ્યકિતને પત્ર લખતા નીચેનામાંથી શું સંબોધન કરવું જોઈએ ?
– શ્રદ્ધેય
૯૭. ‘સ્મરણયાત્રા’ એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?
– કાકાસાહેબ કાલેલકર
૯૮. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
– ગોવર્ધનરામ ત્રિપાઠી
૯૯. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
– ભાલણ
૧૦૦. ‘નિશાન ચુક માફ નહિં માફ નીચું નિશાન’ આ પંકિત કયા કવિની છે ?
– બ.ક. ઠાકોર
૧૦૧. નિચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?
– ચંદ્રકાન્ત બક્ષી
૧૦ર. ‘અડધી સદીની વાચનયાત્રા’ના સંપાદક કોણ છે ?
– નીતિન વડગામા
૧૦૩. નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?
– કાકાસાહેબ કાલેલકર
૧૦૪. નીચે પૈકી ‘દર્શક’ કોનું ઉપનામ છે ?
– મનુભાઈ પંચોળી
૧૦પ. ‘હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યુ છે.’ કોને ઉકિત છે ?
– કલાપી
૧૦૬. દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ?
– ગરબી
૧૦૭. ‘જનનીની જોડ સખી નહિં જડે રે લોલ’ – આ પંકિત કયા કવિની છે ?
– કવિ બોટાદકર
૧૦૮. ન્હાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ?
– વિશ્વગીતા
૧૦૯. નીચેના પૈકી કયા પુસ્તકના લેખક રઘુવીર ચૌધરી છે ?
– અમૃતા
૧૧૦. નીચેના પૈકી કોનું તખલ્લુસ માયા ડીયર જયુ છે ?
– જયંતીલાલ ગોહેલ
૧૧૧. ‘ભદ્રંભદ્ર’એ કોની જાણીતી કૃતિ છે ?
– રમણભાઈ નીલકંઠ
૧૧ર. ‘એક તુટેલો દિવસ’ નવલકથાના લેખક કોણ છે ?
– નસીર ઈસ્માઈલી
૧૧૩. શ્રી ગૌરીશંકર જોષીનું તખલ્લુસ કયું છે ?
– ધૂમકેતુ

Previous articleશિખર ધવન મેનસ્ટ્રીમ ફિલ્મમાં એક્ટિંગ કરશે
Next articleશેરબજારમાં તેજી : સેન્સેક્સ ૧૩૪૫ અને નિફ્ટીમાં ૪૧૭ ઉછાળો