શેરબજારમાં તેજી : સેન્સેક્સ ૧૩૪૫ અને નિફ્ટીમાં ૪૧૭ ઉછાળો

32

મુંબઈ,તા.૧૭
ભારતીય શેરબજારો આજે સપ્તાહના બીજા દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ ૧૩૪૫ અંક વધી ૫૪૩૧૮ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૧૭ અંક વધી ૧૬૫૨૯ પર બંધ રહ્યો હતો. એલઆઈસીનો શેર દિવસના અંતે ૮૭૨ રૂપિયા પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, રિલાયન્સ, આઈટીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, વિપ્રો સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ ૭.૬૨ ટકા વધી ૧૧૮૮.૩૫ પર બંધ રહ્યો હતો. રિલાયન્સ ૪.૨૬ ટકા વધી ૨૫૩૦.૭૦ પર બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી પર ટાટા કોન્સ.પોર્ડ ૦.૧૭ ટકા ઘટી ૭૩૪.૨૫ પર બંધ રહ્યો હતો. ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ ૧૮૦ અંક વધી ૫૨૯૭૩ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૦ અંક વધી ૧૫૮૪૨ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એનટીપીસી, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, મારૂતિ સુઝુકી, એચડીએફસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એનટીપીસી ૨.૯૫ ટકા વધી ૧૪૮.૩૦ પર બંધ રહ્યો હતો. એસબીઆઈ ૨.૫૧ ટકા વધી ૪૫૬.૨૦ પર બંધ રહ્યો હતો. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્‌સ, આઈટીસી, ડો.રેડ્ડી લેબ્સ, નેસ્લે સહિતના શેર ઘટીને બંધ રહ્યા ં હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૮૦ ટકા ઘટી ૬૦૨૬.૦૦ પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્‌સ ૧.૭૩ ટકા ઘટી ૩૦૧૨.૧૦ પર બંધ રહ્યો હતો.શેરબજાર પોઝિટિવ ખૂલવા છતાં એલઆઇસીના શેરનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થયું છે. એનએસઇ પર એલઆઇસીના શેર રૂ. ૭૭ એટલે કે ૮.૧૧% ઘટીને રૂ. ૮૭૨ પર લિસ્ટ થયો હતો, જ્યારે એનએસઈ પર એ ૮૬૭ પર લિસ્ટેડ થયો છે. આજે એટલે કે ૧૭ મેના રોજ દેશનો સૌથી મોટો એલઆઇસી આઇપીઓ માર્કેટમાં લિસ્ટ થયો છે. એલઆઇસીનો આઇપીઓને રોકાણકારો દ્વારા સારો રિસ્પોન્સ મળ્યો છે. ઇસ્યુ ૨.૯૫ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. ૧૬.૨ કરોડ શેરની સામે ૪૭.૭૭ કરોડ શેર માટે બીડ મળી હતી. પહેલા જ દિવસે એલઆઇસીના રોકાણકારોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એલઆઇસીની ઈસ્યુ પ્રાઈસ ૯૪૯ રૂપિયા હતી. પોલિસી હોલ્ડર્સને રૂપિયા ૬૦નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. એવી જ રીતે રિટેલ ઈન્વેસ્ટર્સને શેરદીઠ રૂપિયા ૪૫નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. ગ્રે માર્કેટમાં એલઆઇસીનુું પ્રીમિયમ લિસ્ટિંગથી પહેલાં વધુ ઘટ્યું છે, જેને કારણે ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગના સંકેતો મળ્યા હતા. સોમવારે, લિસ્ટિંગના એક દિવસ પહેલાં એલઆઇસીનો જીએમપી શૂન્યથી ૨૫ રૂપિયા સુઘી ઘટાડો થયો હતો. પોલિસીધારકો માટે રિઝર્વ રખાયેલો પોર્શન ૬.૧૦ ગણો, સ્ટાફ ૪.૩૯ ગણો અને છૂટક રોકાણકારોનો હિસ્સો ૧.૯૯ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે.કયુઆઇબીના ફાળવેલા ક્વોટાને ૨.૮૩ ગણી બીડ મળી છે, જ્યારે એનઆઇઆઇનો હિસ્સો ૨.૯૧ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. મોટા ભાગના માર્કેટ એનાલિસ્ટ્‌સે આઇપીઓમાં રોકાણ કરવાની સલાહ આપી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleINS સુરત અને ઉદયગીરી યુદ્ધ જહાજો નૌસેમાં લોન્ચ કરાયા