ટેરર ફંડિંગ કેસમાં યાસિન મલિક દોષી જાહેર કરાયો

25

એનઆઈએ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : કેસમાં તેને કેટલી સજા થશે તેનો નિર્ણય ૨૫ મેના રોજ થશે
નવી દિલ્હી,તા.૧૯
કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. એનઆઈએ કોર્ટે યાસીન મલિકને દોષિત ગણાવ્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની સ્પેશ્યલ કોર્ટે આ કેસમાં મલિકને દોષિત ઠેરવ્યો છે. જોકે આ કેસમાં તેને કેટલી સજા થશે તેનો નિર્ણય ૨૫ મેના રોજ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે યાસીન મલિકે પોતે ભૂતકાળમાં કબૂલ્યું હતું કે તે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. આ સિવાય યાસીન કબૂલ્યું હતુ કે તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને ગુનાહિત કાવતરા પણ ઘડ્યયાં હતા.કોર્ટે યાસિન લગાવવામાં આવેલ રાજદ્રોહની કલમ માન્ય રાખી હતી અને યાસીન પર યુએપીએ હેઠળ લાદવામાં આવેલી કલમોને પણ સ્વીકારી હતી.યાસીન કોર્ટને જણાવ્યું કે તે કલમ ૧૬ (આતંકવાદી પ્રવૃત્તિ), ૧૭ (આતંકવાદી પ્રવૃત્તિ માટે ભંડોળ એકત્ર કરવા), ૧૮ (આતંકવાદી કૃત્ય કરવાનું કાવતરું), અને ૨૦ (આતંકવાદી જૂથ અથવા સંગઠનનો સભ્ય હોવા) માટે દોષિત છે. યુએપીએ અને ભારતીય દંડ સંહિતા. તે કોડની કલમ ૧૨૦-બી (ગુનાહિત કાવતરું) અને ૧૨૪-એ (રાજદ્રોહ) હેઠળ તેમની સામેના આરોપોને પડકારવા માંગતો નથી.