બોરલા ગામની સીમમાં પિતાએ પુત્રીને ફાંસો આપી પોતે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

144

બગદાણા પોલીસે ઘટના સ્થળે દોડી આવી લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રતનપર-નવાગામ ના એક શ્રમજીવી યુવાને પોતાની બે વર્ષિય પુત્રીને બોરલા ગામની સીમમાં લઈ જઈ પ્રથમ બાળાને ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળાફાંસો આપઘાત કરી લેતાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. સમગ્ર બનાવ અંગે બગદાણા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર બગદાણા પોલીસ સ્ટેશન હેઠળના રતનપર-નવાગામ ખાતે રહેતા અને છુટક મજુરી કામ કરી જીવન નિર્વાહ ચલાવતા શૈલેષ ભૂપત બાંભણીયા ઉ.વ.24 આજરોજ સવારના સમયે પોતાના ઘરેથી તેની બે વર્ષિય પુત્રી નિશાને લઈને નિકળી ગયો હતો જયાં રસ્તામાં પુત્રીને નાસ્તો કરાવી બોરલા ગામની સીમમાં પહોંચ્યો હતો અને કોઈ અગમ્ય કારણોસર સૌપ્રથમ એક લીમડાના ઝાડ સાથે દોરી બાંધી માસુમ બાળા નિશાને દોરી વડે ફાંસા પર લટકાવી પોતે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં આસપાસના ખેડૂતો-રાહદારીઓ દોડી આવ્યા હતા અને બગદાણા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબ્જો લઈ પંચનામું કરી પિતા-પુત્રીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા આ અંગે મૃતકની પત્ની જાગૃતિ એ પતિ શૈલેષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.