રાણપુર તાલુકાના ગઢીયા ગામની સીમમાં આકાશમાંથી 2 ગોળા પડ્યા..

59

બે ખેડુતોના ખેતરમાં પડેલા ગોળા જોવા લોકો ઉમટી પડ્યા,પોલીસ બનાવ સ્થળે દોડી જઈ ગોળા કબ્જે કર્યા..
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગઢીયા ગામે આકાશમાંથી બે ગોળા અલગ-અલગ ખેતરમાં પડતાં આ પંથકના લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ છવાઇ ગયો છે ખેતર માં પડેલા ગોળા જોવા લોકોના ટોળા ઉમટયા હતા પ્રાથમિક દ્રષ્ટિએ અવકાશ યાન ના વિખૂટા પડેલા ભાગો હોય તેવું અનુમાન લોકો લગાવી રહ્યા છે.
રાણપુર તાલુકાના ગઢીયા ગામ ખાતે અલગ અલગ બે ખેતરોમાં રાત્રિના સમયે અવકાશી બે ગોળા પડવાની ઘટના બની છે.
જેમાં એક ખેતરમાં લંબ ગોળ આકારનો પ્લાસ્ટિક કોટીંગ કરેલ બળેલા જેવી સ્થિતિમાં ગોળો આકાશમાંથી પડ્યો છે જ્યારે ગઢીયા ગામ માં જ અન્ય એક બે કિલોમીટર દૂર ખેતરમાં લંબ ગોળ ટાઈપ નો પ્લાસ્ટિક કોટીંગ કરેલ સ્થિતિમાં ગોળો આકાશમાંથી પડ્યો છે આ પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ અવકાશયાનના વિખૂટા પડેલા ભાગો હોય તેવું અનુમાન લગાવી શકાય છે ત્યારે આવી ઘટના પંથકમાં પ્રથમ વખત બન્યું હોવાથી પંથકના લોકોમાં કુતૂહલ સાથે ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે આ ઘટનાને લઇને લોકોના ટોળેટોળા પડેલા ગોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર ઘટનાથી ખેડૂતો ભયના માહોલમાં છે અને રાત્રીના સમયે હવે ખેતર પર સુવામાં પણ ખેડૂતોને ડર લાગી રહ્યો છે ત્યારે રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી સહિતના પંથકના ખેડૂતો દ્વારા આ ગોળા વિશે તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે.જ્યારે આ ઘટના ને લઈ રાણપુર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગોળા ને કબ્જે કરી રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.આ ઘટના ને પગલે રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એસ.ડી.રાણા એ જણાવ્યુ હતુ કે રાણપુર તાલુકાના ગઢીયા ગામના ખેતરમાં ગોળા પડતા તપાસ કરવામાં આવી છે.અલગ-અલગ બે ખેતર માં એક લંબગોળ બે ગોળ કુલ ૨ ગોળા મળ્યા છે જે બંને ગોળા કબ્જે લઈ શુ છે તેની તપાસ ચાલુ છે.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર