શું હજુ એકબીજાથી નારાજ છે ઐશ્વર્યા અને સુષ્મિતા?

89

મુંબઈ,તા.૨૦
આજથી ૨૮ વર્ષ પહેલા એવી કઈ ઘટના બની હતી કે જેથી એક્ટ્રેસ સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાય એકબીજા સાથે વાત કરવાનું ટાળે છે! વર્ષ ૧૯૯૪માં મિસ યુનિવર્સની સ્પર્ધા થઈ હતી કે જેમાં સુષ્મિતા સેને ઈન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું હતું. ત્યારે સુષ્મિતાને આશા પણ નહીં હોય કે મિસ યુનિવર્સનો તાજ પહેરનાર તે પહેલી ઈન્ડિયન હશે. ત્યારે સુષ્મિતાએ ભારતનું નામ વૈશ્વિકસ્તરે રોશન કર્યું હતું. બીજી બાજુ ઐશ્વર્યાએ પણ મિસ વર્લ્‌ડનો ખિતાબ જીત્યો. તેવામાં એવું માનવામાં આવે છે કે ઐશ્વર્યા અને સુષ્મિતા વચ્ચે એક કૉલ્ડ વૉર ચાલે છે. કરણ જોહરના ફેમસ શૉ ’કૉફી વિથ કરણ’માં સુષ્મિતા સેને આ બાબતે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે મેં ક્યારેય પણ ઐશ્વર્યા રાય સાથે મારી સરખામણી કરી નથી. તેણે સ્ટેજ પર ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું હતું. ત્યારે ઐશ્વર્યા રાય એક ફેમસ પર્સનાલિટી હતી. તેણે એ પ્રકારે પણ ખુલાસો કર્યો હતો કે જ્યારે તેને એ વાતની ખબર પડી કે ઐશ્વર્યા, મિસ ઈન્ડિયામાં એન્ટ્રી લેવાની છે ત્યારે તેણે ફોર્મ પરત ખેંચી લીધું હતું. કારણકે, તેણે એવું વિચાર્યું હતું કે ઐશ્વર્યા ખૂબ સુંદર છે અને તેણે જ આ સ્પર્ધામાં જવું જોઈએ. એક્ટ્રેસે જણાવ્યું કે, ત્યારે મારી માતાએ કહ્યું હતું કે જીવનમાં કશું પણ થઈ શકે છે માટે પ્રયાસ કરતા રહેવું જોઈએ. તેમણે સુષ્મિતાને સમજાવ્યું હતું કે સ્પર્ધામાં જવું જોઈએ, હારી જાઓ તે કરતા પ્રયાસ કરવો જરૂરી છે. ત્યારબાદ સુષ્મિતા સેને પોતાના નિર્ણય બદલ્યો હતો. વર્ષ ૧૯૯૪માં મિસ ઈન્ડિયાની સ્પર્ધામાં તમામને એવી આશા હતી કે ઐશ્વર્યા જીતશે પણ સુષ્મિતા સેન જીતી ગઈ હતી. ત્યારે તો લોકો સુષ્મિતા સેનને જાણતા પણ નહોતા. કારણકે, ત્યારે સુષ્મિતા સેનની ઉંમર માત્ર ૧૮ વર્ષ હતી. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સુષ્મિતા સેન અને રોહમનના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. એ પછી સુષ્મિતા સેને રોહમન સાથે એક તસવીર શેર કરી હતી અને બ્રેકઅપની જાહેરાત કરી હતી. તેણે લખ્યું હતું કે, ભલે બંને અલગ થઈ રહ્યા હોય, પણ તેમની દોસ્તી કાયમ રહેશે. રિલેશનશિપ નથી, પણ પ્રેમ હંમેશાં રહેશે. સૂત્રોનું માનીએ તો, રોહમન સુષ્મિતાની દીકરીઓ માટે એક ફાધર ફિગર જેવો છે. તે જરૂર પડશે ત્યારે તેમની સાથે ઊભો રહેશે. સુષ્મિતાને પણ આ વાતથી જરાય સંકોચ નથી. બાળકો સાથેના રોહમનના બોન્ડિંગથી સુષ્મિતા સેન પણ ખૂબ જ ખુશ છે.