મ્યુ.કારોબારી બેઠકમાં ૨૫ ઠરાવો રજુ

46

ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ કમિટીના ચેરમેનના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં ૨૫ જેટલા ઠરાવો રજૂ થયા હતાં જે અંગે ચર્ચા-વિચારણા કરી બહાલી આપવામાં આવશે જેમાં ખાસ કરીને પાંચ કામોની સમય મર્યાદા વધારવા પણ નિર્ણય કરાશે. આ બેઠકમાં અંદાજે રૂા.૫.૨૮ કરોડના વિકાસ કામોને પણ મંજુરી આપવામાં આવશે. આ બેઠકમાં સ્ટે. કમિટીના સભ્યો અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.