તળાજામાં આર.એફ.ઓ તરીકે આરતીબેન શિયાળની નિમણૂક

331

ભાવનગર જિલ્લાના તળાજા ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા એમ એમ ભરવાડનો વિદાય સમારંભ યોજાયો તેમજ નવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરતી બહેન શિયાળની નિમણૂક કરવામાં આવી હતી તળાજામાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા ફોરેસ્ટ ઓફિસર એમ એમ ભરવાડના વિદાય સમારંભ તેમજ આરતીબેન શિયાળ જેઓને પ્રમોશન મળતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવતા સૌ કોઈ અધિકારી તેમજ કર્મચારીઓએ શુભકામના પાઠવી હતી રેન્જ ઓફિસર તરીકે નિમણૂંક અપાતા સમગ્ર સ્ટાફ, આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા આરતીબેન શિયાળે એક વાત ચીતમા જણાવેલ મુજબ પોતાને આપેલ જવાબદારી નિષ્ઠા પુર્વક સંભાળશે ફોરેસ્ટ વિભાગનુ કામ ઇમાનદારી પુર્વક નિભાવશે તળાજા પંથકના ફોરેસ્ટને લગતા રેન્જમા આવતા કોઈ પણ કામ નિષ્ઠા પૂર્વક કરશેનુ જણાવેલ