પાલિતાણામાં નકલી બિયારણનો અસલી કારોબાર

865

 

ભાવનગર જિલ્લા સહિત પાલિતાણાના તાલુકામાં ધમધમે છે. નકલી બિયારણનો કાળો કારોબાર સિઝન આવી લાયસન્સ વિનાના એગ્રો ઘરે પણ વેચાય નકલી, નબળી ગુણવત્તાવાળુ બિયારણથી ખેડૂતો નારાજ તંત્ર મૌન.

એક તરફ ખેડૂતોને ઉપજના પુરતા ભાવ મળતા નથી. પાક વિમાની રકમના પણ ધાંધિયા છે ત્યારે ખેડુતો માટે હાલાકીનું કારણ બનતું નકલી બિયારણનું કૌભાંડ ચાલી રહ્યું છે. છેલ્લા થોડા વર્ષોથી સસ્તા અને નકલી બિયારણોનું વેચાણ ભાવનગર જિલ્લામાં ધમધમી રહ્યું છે. ગુજરાતના અમુક વિસ્તારમાંથી ર૦૦-૩૦૦ રૂા. જેવી નજીવી કિંમતે બિયારણ લાવી ખેડૂતો પાસેથી પપ૦થી ૯૦૦ પડાવવામાં આવે છે. આ વચેટીયાવને કાયદાનો તો જાણે કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ ગામડામાં નકલી બિયારણનું વેચાણ થઈ રહ્યું છે.

ખેડુતો જાણે બીજાના માટે જ રાત-દિવસ કામ કરતા હોય તેમ સરકાર ઓછા ભાવ આપી ખેડૂતોને લૂંટી રહી છે તો બીજી તરફ અમુક વેપારીઓ અને વચેટીયાવાળા નકલી અને હલકી ગુણવત્તાવાળા બિયારણ વેચી ખેડૂતોને લૂંટવા મેદાનમાં પડ્યા છે. વાવણી નજીક આવતાની સાથે જ ગામડાંમાં નકલી બિયારણનું વેચાણ શરઈ થઈ જાય છે. વચેટીયાવો ગુજરાતના અમુક વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં નબળું કપાસનું બિયારણ ખરીદી પાલિતાણા પંથકમાં ખેડૂતોને વેચતા હોય છે.

કેટલાક વેપારીઓ આ બિયારણનું ન કોઈબિલ આપે છે કે ન કોઈ ગેરંટી ખેડૂતના ભાગ્યમાં હોય તો  થાય બાકી ખાખા વર્ષની મહેનત પર પાણી ફરી વળે છે. ર૦૦થી ૩૦૦ રૂા.ની કપાસની બેગના ખેડુતો પાસેથી ૭૦૦થી ૧૦૦૦ રૂપિયા સુધી પડાવે છે. કપાસનું વાવેતર સૌથી વધુ સૌરાષ્ટ્રમાં થાય છે. ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના ગામડાઓમાં નકલી બિયારણનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. બિયારણનો ધંધો કરી વચેટીયાવો માત્ર બે મહિના ખેડુતોની મહેનતના લાખો રૂપિયા કમાઈલે છે.

નબળા બિયારણથી વેપારીઓ માલામાલ, ખેડુતો પાયમાલ જ ેવી સ્થિતિ નિર્માણ થાય છે. ખેડૂતોને આવક માટેનો એક માત્ર આધાર પોતાનું ખેતર હોય છે.  પરંતુ વેપારીઓ કોઈની પરવા કર્યા વગર ખેડુતોને નકલી અને નબળી ગુણવત્તાવાળુ બિયારણ વેચાતા હોય છે. નબળા બિયારણની કારણે પાકમાં રોગનું પ્રમાણે વધુ રહેતું હોય છે.

પાકમાં ઉત્પાદન આવ તે પહેલા જ કપાસનો પાક સુકવવા લાગે છે. જેને કારણે ખેડુતે પાક ઉખડી નાખે છે. ખેડુતોએ પાક પાછળ જ ેટલો ખર્ચ કર્યા તે પણ વસુલ થતો નથી. તેથી ખેડુતો દેવાદાર પણ બને છે. આ તમામ બાબતોથી શું સરકાર વાકેફ નથી ? તેમ છતાં તેની પગલા ભરવામાં નિરશતાથી ખેડૂતો નકલી બિયારણના ભોગ બને છે.

Previous articleઆસિ. ઇજનેર સિવિલની જગ્યાના ઉમેદવારોની નિમણૂંકમા વિવાદ, નિમણૂંક પત્રો નહિ આપતા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત
Next articleશિશુવિહારના બાળકોની શિબિર યોજાઈ