ટિ્‌વન્કલે કેમ કરણ જોહર પર પ્રતિબંધ મૂકવાની કરી વાત?

24

મુંબઈ,તા.૨૯
બોલિવુડના જાણીતા ફિલ્મમેકર કરણ જોહરએ તાજેતરમાં જ પોતાનો ૫૦મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આ સેલિબ્રેશનમાં આખી બોલિવુડ ઈન્ડસ્ટ્રીના લોકો સામેલ થયા. રાત્રે શરૂ થયેલી પાર્ટી સવારે ક્યાંય સુધી ચાલતી રહી. જોકે, અહીં સર્વ થયેલી ફ્રી ડ્રિંક્સની મજા ઘણા માટે ભારે પડી ગઈ હતી. તેમાંથી જ એક હતી ટિ્‌વન્કલ ખન્ના. દર વખતની જેમ આ વખતે પણ ટિ્‌વન્કલ ખન્નાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં વિટિનેસનો તેણે તડકો લગાવ્યો છે. પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં તેણે આ વિડીયો શેર કર્યો છે, જેમાં તે પાર્ટી પહેલા અને પછીની પોતાની સ્થિતિ બતાવતી જોવા મળી. વિડીયોની શરૂઆત થાય છે ટિ્‌વન્કલ ખન્નાના બ્લિંગ આઉટફિટથી, જેને તે બ્યૂટિફૂલ રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. વ્હાઈટ ટોપ અને બ્લેઝરની સાથે ટિ્‌વન્કલ ખન્નાએ ગ્લિટરી સ્કર્ટ પહેરી હતી. ટિ્‌વન્કલ ખન્નાએ જે વિડીયો શેર કર્યો છે, તેમાં પોતાનો જ વોઈસઓવર આપ્યો છે. તે કહેતી સંભળાઈ રહી છે કે, આજના દિવસે બધુ જ સારું રહ્યું, કેમકે પાર્ટી તો બ્લર રહી મારી. વિડીયો શેર કરતા ટિ્‌વન્કલ ખન્નાએ કેપ્શનમાં લખ્યું કે, ’આજની સવાર ઓફિસમાં કંઈક આ રીતે પસાર થઈ.’ વિડીયોમાં ટિ્‌વન્કલ ખન્ના પોતાની ડેસ્ક પર સૂતી નજર આવી રહી છે. તે લખે છે કે કરણ જોહરને પ્રતિબંધિત કરો અને પાર્ટીઝને પણ. શાઈની સ્કર્ટને પ્રતિબંધિત કરો અને ફ્રી ડ્રિંક્સને પણ. હેંગઓવર, તારા ફ્રી ડ્રિંક્સનો. હું પાર્ટીઝમાં વર્ષમાં કદાચ એક કે બે વખત જ જઉં છું. મને વિશ્વાસ નથી થતો કે, આખરે લોકો દર સપ્તાહે તે કઈ રીતે કરી લે છે. હું મારી ટોપી તમારી સામે નમાવું છું દોસ્તો. ઉલ્લેખનીય છે કે, કરણ જોહરના ૫૦મા જન્મદિવસની પાર્ટીમાં સલમાન ખાન, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, રણવીર સિંહ, શાહરૂખ ખાન, આમિર ખાન, રણબીર કપૂર, વિક્કી કૌશલ, કેટરિના કૈફ, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, નીતુ કપૂર, જાહ્નવી કપૂર, શનાયા કપૂર, અનન્યા પાંડે, કિરણ રાવ સહિત ઘણા લોકો સામેલ થયા હતા. પોતાના બર્થ ડે પર કરણ જોહરે ’રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની રીલિઝ ડેટની જાહેરાત કરી. તે આગામી વર્ષે રિલીઝ થશે.

Previous articleકૃષક ભારતી કોપરેટીવ લિમિટેડ (કૃભકો ) સંસ્થા દ્વારા ખેડૂત સભા
Next articleઆ વર્ષની આઇપીએલ ત્રણ વિવાદને કારણે ક્યારેય નહીં ભૂલાય