શહેરના ભરતનગરમાં ખાડામાં ડૂબી જવાથી પરિવારે વ્હાલસોયો પુત્ર ગુમાવ્યો, સિંધી સમાજમાં આક્રોશ

49

બાળક ડુબી જવાની ઘટનામાં હાઉસીંગ બોર્ડની કથની : જગ્યા અમારી પરંતુ અમે ખાડો ખોદયો નથી હાઉસિંગ બોર્ડે હાથ અધ્ધર કરી દિધા : વર્ષોથી આ ખાડો છે : જોકે લોકોની સુરક્ષા માટે શું પગલાં ભર્યા તેનો જવાબ ન હજુ મળ્યો
શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા આવાસ યોજનાની સાઇટના ખાડામાં ડુબી જવાથી બાળકનું મોત નિપજ્યુ હતું. આ બનાવમાં જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉઠ્‌યો છે. બીજી બાજુ ગુજરાત હાઉસિંગ બોર્ડ જવાબદારી સ્વીકારી કાર્યવાહી કરવાના બદલે હાથ ઉચ્ચા કરી દેવાનું વલણ સામે આવ્યું છે. હાઉસિંગ બોર્ડના અધિકારીએ આ ખાડો વર્ષોથી છે આવાસ યોજના માટે ગાળવામાં નહિ આવ્યો હોવાનું જણાવ્યું હતું. હાલાકી લોકોની સુરક્ષા માટે શું પગલાં ભર્યા તેનો કોઈ જવાબ હાઉસિંગ બોર્ડ પાસે નથી ! ભરતનગર જીએમડીસી રોડ પાસે આવેલી તખ્તેશ્વર રેસિડેન્સીમાં રહેતા હીરાનંદનભાઈ માલવાણીનો પુત્ર ક્રિશ (ઉ.વ. ૧૧) તથા તેની સાથે ૩ થી ૪ તેના મિત્રો વરસાદમાં ભરતનગર અર્બન પોલીસ સ્ટેશન પાસે આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની સાઈટના પાણી ભરેલા ખાડા પાસે બુધવારે સાંજે નાહી રહ્યાં હતા ત્યારે અકસ્માતે રમતા-રમતા ક્રિશ ઉંડા પાણીમાં ડુબી ગયો હતો. જેથી તેની સાથે નાહી રહેલા બાળકો દોડીને આજુબાજુના લોકોને બોલાવવા નિકળ્યા જ્યારે બીજી તરફ ક્રિશના પરિવારના સભ્યો તેને શોધતા શોધતા અહીં આવી પહોંચ્યા હતા અને ખાડા બહાર તેના ચપ્પલ જોતા સ્થાનિક લોકોએ તપાસ કરી તેને બહાર કાઢી ઈમર્જન્સી ૧૦૮ મારફત સારવાર અર્થે સર ટી. હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે ક્રિશ (ઉ.વ.૧૧)ને મૃત જાહેર કર્યો હતો. આ બનાવથી સિંધી પરિવારમાં આક્રંદ છવાઈ ગયું હતું. હીરાનંદનભાઈ માલવાણી ચિત્રા જીઆઈડીસીમાં આવેલી એ-વન બેકરીમાં કામ કરે છે. તેમને સંતાનમાં ૧ દિકરો ક્રિશ તથા માહી નામની ૧ દિકરી છે. પોતાના એકના એક કુળ દિપકને ગુમાવતા માલવાણી પરિવારમાં ભારે શોકમગન બની ગયો છે. આ બનાવમાં હાઉસિંગ બોર્ડના અધિકારીએ આ ખાડો વર્ષોથી હોવાનું જણાવ્યું હતું. લોકોની સુરક્ષા માટે શું પગલાં ભર્યા હતા તેના જવાબમાં અધિકારીએ જણાવ્યું કે, બાજુના પ્લોટમાં સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવેલ છે જેના દ્વારા ધ્યાન રખાતું હતું, અહી આવતા બાળકોને વારંવાર કાઢવામાં આવતા. ગઇકાલે ધટના બની ત્યારે સિક્યુરિટી ગાર્ડ હેમંતસિંહએ ખાડામાંથી બાળકને બહાર કાઢ્યો હતો.

Previous articleછુટાછેડા પૂર્વે પત્ની સહિત પરિવારના પાંચ લોકોને છરીના ઘા ઝીક્યા
Next articleસોમવારથી કોર્ટમાં વેકેશન ખુલશે શહેરની તમામ કોર્ટો ધમધમતી થશે