NTPCની એક્ઝામને પગલે “પરીક્ષા વિશેષ ટ્રેન” દોડાવાશે, ભાવનગર ડિવિઝનની 6 ટ્રેનોમાં વધારાના કોચ લગાવાશે

24

ભાવનગર-બાંદ્રા અને ભાવનગર-સુરત “પરીક્ષા વિશેષ” ટ્રેન દોડાવવામાં આવશે
(નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન)ના દ્વિતીય સ્તરની પરીક્ષાર્થીઓની સુવિધા માટે ભાવનગર-બાંદ્રા અને ભાવનગર-સુરત “પરીક્ષા વિશેષ” ટ્રેન દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલ્વેએ NTPCના બીજા સ્તરના ઉમેદવારોની સુવિધા માટે ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી બાંદ્રા ટર્મિનસ અને સુરત સ્ટેશન સુધી અલગ-અલગ “પરીક્ષા વિશેષ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં વધારાના 6 કોચ લગાવવાનો નિર્ણય ભાવનગર ડિવિઝન દ્વારા કરવામાં આવ્યો છે, આ બંને વિશેષ ટ્રેનો વિશેષ ભાડાં સાથે દોડશે. પરીક્ષાને પગલે ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની 6 ટ્રેનોમાં વધારાના કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમના જણાવ્યા પ્રમાણે આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :
1. સૂરત-મહુવા (20955)માં 13મી જૂન, 2022ના રોજ 2 વધારાના સ્લીપર કોચ લગાવવામાં આવશે.
2. મહુવા-સૂરત (20956)માં 14મી જૂન, 2022ના રોજ 2 વધારાના સ્લીપર કોચ લગાવવામાં આવશે.
3. મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર (19015)માં 14મી જૂન, 2022ના રોજ 2 વધારાના સ્લીપર કોચ લગાવવામાં આવશે.
4. મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર (19015)માં 17મી જૂન, 2022ના રોજ 4 વધારાના સ્લીપર કોચ લગાવવામાં આવશે.
5. પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ (19016)માં 14મી જૂન, 2022ના રોજ 4 વધારાના સ્લીપર કોચ લગાવવામાં આવશે.
6. પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ (19016)માં 15મી જૂન, 2022ના રોજ 4 વધારાના સ્લીપર કોચ લગાવવામાં આવશે.
7. પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ (19016)માં 17મી જૂન, 2022ના રોજ 2 વધારાના સ્લીપર કોચ લગાવવામાં આવશે.
8. અમદાવાદ-વેરાવળ (22957)માં 14મી જૂન, 2022ના રોજ 2 વધારાના સ્લીપર કોચ લગાવવામાં આવશે.
9. અમદાવાદ-વેરાવળ (22957)માં 17મી જૂન, 2022ના રોજ 4 વધારાના સ્લીપર કોચ લગાવવામાં આવશે.
10. વેરાવળ-અમદાવાદ (22958)માં 14મી જૂન, 2022ના રોજ 2 વધારાના સ્લીપર કોચ લગાવવામાં આવશે.
11. વેરાવળ-અમદાવાદ (22958)માં 15મી જૂન, 2022ના રોજ 4 વધારાના સ્લીપર કોચ લગાવવામાં આવશે.

Previous articleસાળંગપુરના હનુમાન મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં, સિંહાસનને વિવિધ ફૂલોથી ત્રિરંગાનો શણગાર કરાયો
Next articleભાવનગર જિલ્લાનું ગૌરવ વધારતા શ્રી ઢુંઢસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ