ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારતા શ્રી ઢુંઢસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

60

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પૃવન્ટ ટેલેન્ટ માં સમગ્ર ગુજરાતમાં ફૂટબૉલ ઇવેન્ટ માટે 14 દિકરીઓની પસંદગી કરવામાં આવેલ. જેમાં ભાવનગર જિલ્લામાંથી શ્રી ઢુંઢસર પ્રાથમિક શાળાની 4 દિકરીઓની પસંદગી થતા સમગ્ર ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારતા ચૌહાણ સાધના સુરેશભાઈ, રાઠોડ ગુંજન નટુભાઈ, વાઘેલા રૂપા મથુરભાઈ,અને વાઘેલા વંદના અશોકભાઇ ને અભિનંદન પાઠવતા ખૂબ પ્રગતિ કરે તેવી હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવેલ.યંગ ટેલન્ટમાં ડિસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં ચૌહાણ જયવીર દિલીપસિંહ એ પણ પસંદગી પામી શાળાનું ગૌરવ વધારેલ, જેના માર્ગદર્શક અને કોચ તરીકે ફરજ બજાવતા શાળાના શિક્ષક અમરસંગભાઈ નકુમને અને તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારે અભિનંદન પાઠવતા ઉતરોતર સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવેલ છે. પસંદ થયેલ આ બાળકોને સ્પેશ્યલ કોચ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે અને આ બાળકોની શિક્ષણ ફી, હોસ્ટેલ ફી, સ્પોર્ટ્સ કિટ સહિત તમામ ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે. પસંદ થયેલ બાળકોના વાલીઓએ શાળા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર..

Previous articleNTPCની એક્ઝામને પગલે “પરીક્ષા વિશેષ ટ્રેન” દોડાવાશે, ભાવનગર ડિવિઝનની 6 ટ્રેનોમાં વધારાના કોચ લગાવાશે
Next articleસિહોર પોલીસ નો સપાટો…પોલીસ તંત્ર આકરા પાણી એ…