સાયલી કાંબલેએ શેર કરી બાળપણની તસવીર

10

મુંબઈ, તા.૧૮
સોશિયલ મીડિયા પર ટીવી અને બોલિવુડ સેલેબ્સની બાળપણની તસવીરો વાયરલ થતી રહે છે. કેટલાક સેલિબ્રિટી એવા હોય છે જેમનો ચહેરો હજી પણ તેઓ બાળપણમાં દેખાતા હોય તેવો હોય છે. જો કે, કેટલાક સેલિબ્રિટી એટલા હદે બદલાઈ ગયા હોય કે તમે તેના ફેન હો તો પણ ઓળખી ન શકો કે આ એ જ છે. ઈન્ટરનેટ પર હાલમાં આવી જ એક સિલિબ્રિટીના બાળપણની કેટલીક તસવીરો સામે આવી છે. આ સેલિબ્રિટી એક જાણીતી સિંગર છે. ગયા વર્ષે થયેલા એક રિયાલિટી શોમાં ભાગ લીધા બાદ તે એટલી પોપ્યુલર થઈ કે આજે તે વિદેશમાં પણ કોન્સર્ટ કરી રહી છે. વધુ એક હિંટ આપી દઈએ કે, તેણે આ વર્ષે બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા અને ગત અઠવાડિયે હનીમૂન મનાવવા માટે ગોવા ગઈ હતી. જે સેલિબ્રિટીના બાળપણની તસવીરની વાત કરી રહ્યા છીએ, તે બીજી કોઈ નહીં પરંતુ સાયલી કાંબલે છે. સાયલી કાંબલેએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ છ તસવીર શેર કરી છે. જેમાંથી પહેલી તસવીરમાં તે પિતા સાથે જોવા મળી રહી છે. તેણે બ્લૂ શ્ વ્હાઈટ કલરનું ફ્રોક પહેર્યું છે, બોબ હેર કટમાં ક્યૂટ લાગી રહી છે. બીજી તસવીરમાં તે પિતાના ખોળામાં બેઠી છે અને બંને કેમેરા સામે જોઈને સ્મિત કરી રહ્યા છે. અન્ય ત્રણ સાયલીની સોલો તસવીર છે, જેમાં તેણે અલગ-અલગ પોઝ આપ્યા છે. અંતિમ તસવીરમાં તે પરિવારની કોઈ મહિલા સાથે ટેબલ પર બેઠી છે. તસવીરો શેર કરીને તેણે લખ્યું છે ’બાળપણના દિવસો હું બદલાઈ ગયું છે પરંતુ બાબા હજી પણ બિલકુલ તેવા જ છે. લવ યુ પપ્પુડી’ આ સાથે તેણે રેડ હાર્ટ ઈમોજી મૂક્યા છે. તેની પોસ્ટ પર કોમેન્ટ કરતાં મહોમ્મદ દાનિશે લખ્યું છે ’શું વાત છે સાયલી’ તો નિધિ મૂની સિંહે લખ્યું છે ’લવ યુ કકુડી’. આ સિવાય સાયલીના ફેન્સને પણ તેની તસવીર પસંદ આવી છે તેઓ હાર્ટ ઈમોજી ડ્રોપ કરીને તેને ’ક્યૂટ’ અને ’સ્વીટ’ કહી રહ્યા છે. જણાવી દઈએ કે, સાયલી કાંબલે તેના પિતાની ખૂબ જ ક્લોઝ છે. રિયાલિટી શો ’ઈન્ડિયન આઈડલ ૧૨’ દરમિયાન તેઓ દરેક એપિસોડમાં હાજર રહેતા હતા અને દીકરીને ચીયર કરતાં હતા. પિતાએ હંમેશા તેને સપોર્ટ કર્યો હોવાની વાત સાયલીએ ઘણીવાર કહી હતી. આટલું જ નહીં તેમણે જ સાયલીને ઈન્ડિયન આઈડલ ૧૨મા ઓડિશન આપવા માટે પ્રોત્સાહિત કરી હતી.