દીપિકા પાદુકોણ રણવીર સિંહને કૂકી કહીને બોલાવે છે

32

મુંબઈ, તા.૨૦
બોલિવૂડની ક્યુટ જોડીઓની જ્યારે વાત કરવામાં આવે ત્યારે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ગણતરી સૌથી પહેલા કરવામાં આવે છે. દીપિકા અને રણવીરને પાવર કપલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પણ તેઓ એકબીજાની તસવીરો અને પોસ્ટ પર કમેન્ટ કરતા રહેતા હોય છે. આ સિવાય પબ્લિક ઈવેન્ટ્‌સમાં પણ તેઓ સાથે જોવા મળતા હોય છે. એકબીજાની ફિલ્મોને પણ તેઓ પ્રમોટ કરે છે અને ખૂબ પ્રોત્સાહન પણ આપે છે. દીપિકા અને રણવીરની જોડીના ફેન્સ પણ ઘણાં છે અને તેમના માટે અલગ ફેનપેજીસ પણ સોશિયલ મીડિયા પર તમને જોવા મળશે. ફેન્સ દીપિકા અને રણવીરને દીપવીર કહીને બોલાવે છે. પરંતુ તાજેતરમાં જ જાણવા મળ્યુ છે કે દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહના કયા હુલામણા નામથી બોલાવે છે. તાજેતરમાં રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં જોઈ શકાય છે કે રણવીર સિંહને ફિલ્મ ૮૩ માટે તે જ ફિલ્મના ડિરેક્ટર કબીર ખાનના હસ્તક અવોર્ડ મળી રહ્યો છે. રણવીર સિંહની આ પોસ્ટ પર ઘણાં સેલેબ્સ અને પ્રશંસકોએ કમેન્ટ કરી છે અને પ્રેમ વરસાવ્યો છે, પરંતુ તેની પત્ની દીપિકા પાદુકોણે જે કમેન્ટ કરી છે તેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ કમેન્ટ પરથી જાણવા મળે છે કે દીપિકા રણવીરને શું કહીને બોલાવે છે. ઉલ્લેખનીય છે કે, દીપિકાએ લખ્યું છે કે, આપણા ઘરની શેલ્વ્સ ભરાઈ ગઈ છે કૂકી. પણ તેનાથી શું ફરક પડે છે.
..અવોર્ડ આવવા દો. આ કમેન્ટ પરથી કહી શકાય કે દીપિકા રણવીર સિંહને કૂકી કહીને બોલાવતી હોઈ શકે અથવા તો આ તસવીર જોઈને દીપિકાએ રણવીર માટે આ સ્વાદિષ્ટ વાનગીના નામનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ અત્યારે પોતાની ફિલ્મોમાં વ્યસ્ત છે. તેઓ ફિલ્મ ૮૩માં એકસાથે જોવા મળ્યા હતા. અત્યારે દીપિકા અમિતાભ બચ્ચન અને પ્રભાસ સાથે ફિલ્મ પ્રોજેક્ટ કે માટે શૂટ કરી રહી છે. ત્યારપછી તે હૃતિક રોશન સાથે ફિલ્મ ફાઈટરની શૂટિંગ શરુ કરશે. દીપિકા શાહરુખ ખાન સાથે ફિલ્મ પઠાણમાં જ્યારે અમિતાભ બચ્ચન સાથે ધ ઈન્ટર્નમાં પણ જોવા મળશે. રણવીર સિંહની વાત કરીએ તો તેની ફિલ્મ જયેશભાઈ જોરદાર તાજેતરમાં જ રીલિઝ થઈ છે અને હવે તે રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં જોવા મળશે. તે ફિલ્મમાં દીપિકાનો પણ કેમિયો હશે. ધર્મા પ્રોડક્શનની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં પણ રણવીર સિંહ જોવા મળશે, તેની સાથે આલિયા ભટ્ટ પણ હશે.

Previous articleગુજરાતમાં ૧૫ જ દિવસમાં કોરોનાના કેસ ૪ ગણા વધ્યા
Next articleબોલર મોહમ્મદ શમીને T-20 વર્લ્ડકપ ટીમમાં નહીં મળે સ્થાન