૧૦૮ સેવા, મહિલા હેલ્પલાઇન અને ખિલખિલાટ સેવાના કર્મચારીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી

13

આજના વિશ્વ યોગ દિવસના ઉપલક્ષ્યમાં સમાજના વિવિધ વર્ગના લોકો વિવિધ રીતે યોગની ઉજવણી કરીને યોગ દિવસને સાર્થકતા સાબિત કરી રહ્યાં છે ત્યારે આજે સંજિવની સમાન સેવા આપનાર ૧૦૮ સેવા, મહિલા હેલ્પલાઇન અભિયમ અને ખિલખિલાટ સેવાના કર્મચારીઓ દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે સર ટી. હોસ્પિટલ ખાતે ૧૦૮ ની સેવામાં જોડાયેલાં કર્મયોગીઓએ સર ટી. હોસ્પિટલની અગાસી પર યોગ કર્યાં હતાં.