રથયાત્રા સંદર્ભે શહેરમાં પોલીસનુ ફુટ પેટ્રોલીંગ

10

ભાવનગર શહેરમાં આગામી તા.૧ જુલાઇના રોજ નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે પોલીસ તથા આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. તેના ભાગ રૂપે પોલીસ દ્વારા રથયાત્રાના બંદોબસ્તની સ્કીમ તૈયાર કરી દેવાઇ છે.આ ઉપરાંત આવારા તત્વોને રાઉન્ડ અપ કરવાની કામગીરી પણ વિવિધ પોલીસ સ્ટેશનનો દ્વારા શરૂ કરી દેવાઇ છે ગઇકાલે મોડી સાંજે રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું નીલમબાગ સર્કલ ખાતેથી પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું જેમાં વાહનો, ઘોડેસવાર તેમજ પગપાળા પોલીસ જવાનો રથયાત્રાના રૂટ પર ફર્યા હતા અને તેની સમીક્ષા કરી હતી પોલીસ દ્વારા રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે એક સાથે રસ્તા પર પોલીસ કાફલાને લોકો કુતૂહલ સાથે નિહાળ્યો હતો.