ફાયર અધિકારીએ પુત્ર ગુમાવ્યો છે, પણ સમાજ માટેની લાગણી ગુમાવી નથી

8

પાલીતાણા તાલુકાના કુંભણ ચોકડી પાસે આવેલ દિવ્યાંગ, મંદબુદ્ધિ સંસ્થા માનવ પરિવાર ટ્રસ્ટ ખાતે સ્વ. મલ્હાર કોશિકભાઈ રાજ્યગુરુના સ્મરણાર્થે મહાપ્રસાદ(ભોજન)નું આયોજન
હમણાંથી સમાજમાં દક્ષિણની જાણીતી ફિલ્મ ‘પુષ્પા’નો ડાગલોગ બહું પ્રખ્યાત થઇ ગયો છે કે, પુષ્પક નામ હૈ તો ક્યાં સમજે…. હમ પુષ્પ નહીં ફાયર હૈ…. પણ આ ડાયલોગને થોડી ઉંધી રીતે લઇએ તો સિહોર નગરપાલિકામાં ફાયર અધિકારી તરીકે નોકરી કરતાં શ્રી કૌશિકભાઇ ફાયરમાં નોકરી કરતાં હોવાં છતાં તેમનામાં રહેલી સુકુમારતા (પુષ્પ જેવી) ગુમાવી નથી. ફાયર મૈં હૈ તો ક્યાં… હમારે મેં ભી પુષ્પ હૈ….ની ઉક્તિને સાર્થક કરતાં તેમણે પુત્ર ગુમાવ્યો છે પણ સમાજ માટેની લાગણી ગુમાવી નથી.આથી જ સિહોર નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીશ્રી કૌશિકભાઈ રાજ્યગુરુના પુત્ર સ્વ. મલ્હાર રાજ્યગુરુ (સ્વ.તા ૩/૮/૨૦૧૬)ના સ્મરણાર્થે સોનગઢ પાલીતાણા રોડ ઘોડીઢાળ, ગારિયાધાર રોડ, કુંભણ ચોકડી તા.પાલીતાણા ખાતે આવેલ માનવ પરિવાર ટ્રસ્ટ કે જ્યાં દિવ્યાંગ, મંદ બુદ્ધિ, તેમજ બિનવારસીઓ સહિત આશરે ૧૫૦ થી વધુ વ્યક્તિઓને કોશિકભાઈ રાજ્યગુરુ તથા તેમના પરિવાર તેમજ મિત્ર સર્કલ અનિલભાઈ ઢીલા (આવાસ યોજના), પાર્થભાઈ રાજ્યગુરુ(એન્જિનિયર), સુનીલ ગોહેલ (શોપ ઇન્સ્પેકટર), ધર્મેન્દ્ર ચાવડા (ફાયર વિભાગ), જય મકવાણા (કોમ્પ્યુટર) દ્વારા મંદબુદ્ધિનાઓને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મહાપ્રસાદ(ભોજન) કરાવવામાં આવ્યું હતું. બધાંને ખબર છે કે, તમે પાલીતાણા તરફ જતાં હોય અને રસ્તામાં એક આશ્રમ જેવું સ્થળ આવે જ્યાં તમને આદી માનવ જેવાં લઘર વઘર માણસો જોવાં મળે આ દ્રશ્ય માનવજીવન સંસ્થાનું છે. જે રસ્તે રઝળતાં બીનવારસી લોકોને નવડાવી ધોવડાવી તેમને ભોજન આપવાનું અને તેમની યાદશક્તિ પુનઃ પરત આવે તે માટે કાર્ય કરે છે. સમાજના ઘણાં લોકો કોઇ જ પ્રકારની આશા વગર આ સંસ્થામાં પોતાનું યોગદાન આપતાં હોય છે.જેના દ્વારા આ સંસ્થાનું ગુજરાન ચાલે છે. આ સાથે સંગીતના તાલે સુમધુર ગીતો ડી.જે. ના સથવારે મંદબુદ્ધી સંસ્થાના લોકો ઝૂમી ઉઠ્‌યાં હતાં. આ ભોજન સાથે ડાન્સનો પણ આનંદ લાવી તેમણે આ લોકોના જીવનમાં આનંદ ભરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો હતો.આ માટેની સંપૂર્ણ જવાબદારી સાથે આયોજન નગરપાલિકાના આવાસ યોજના વિભાગના અનિલભાઈ ઢીલા (ખારીગામ) વાળા કરવામાં આવી હતી. આમ, સરકારી કર્મચારીઓએ જ જેનું આ જગતમાં કોઇ નથી તેવાં અબુધ લોકો માટે એક દિવસના આનંદ અને સ્મીત લાવવાનું અનોખું કાર્ય કરીને પરોપકારની આપણી ધરોહરને જીવંત રાખવાનું કાર્ય કર્યું છે.