અધેલાઇ નજીક ટ્રક – ટેક્ટરનો અકસ્માત થતા યુવાનનું મોત

7

ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ ઉપર આવેલ વહેલી ટેક્ટરની પાછલ ટ્રક ઘુસી જતા પરપ્રાંતિય યુવાનને ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર – અમદાવાદ શોર્ટ રૂટ ઉપર આવેલ વહેલી સવારે પસાર થઇ રહેલા ટ્રેક્ટર પાછળ ટ્રક ઘુસી જતા પરબતસિંહ બનેસિંહ સિસોદીયા રહે. રાજસ્થાન વાળાને ગંભીર ઇજા થતા તેને ૧૦૮ મારફતે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખશેડાયા જ્યા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ હતું.અકસ્માતના બનાવની જાણ થતા તુરતજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હાઇવે પર જામ થયેલા ટ્રાફીકને હળવો કરી જરૂરી કેસ કાગળો તૈયાર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે. આમ ફરીથી આજે ભાવનગર અમદાવાદ હાઇવે અકસ્માતથી રક્ત રજીંત થયો હતો.