વિસોત માતાજીના મંદિરમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝબ્બે

16

ચાંદીનુ તોરણ, કટાર, મોબાઈલ સહિત રૂ. ૪૦૦૦૦નો મુદ્દામાલ ઝપ્ત કરતી પોલીસ
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાચ દ્વારા પૂર્વ બાતમીના આધારે મંદિરમાંથી ચોરી કરેલા મુદ્દામાલ સાથે એક શખસને શિક્ષણ રોડ પરથી ઝડપી લીધો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ.ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી રાહે હકીકત મળતા વોચ રાખતા સીદસરરોડ પર મોહનનગર સિટી બસ સ્ટેન્ડથી હર્ષદીપ ઉર્ફે લાલો ભુપતભાઈ ડાભી ઉં.વ.૨૮, રહે. પ્લોટ નં. ૧૨૮, ચંદ્ર પ્રકાશ સોસાયટી, સિદસરરોડ વાળો મળી આવતા તેની તલાશી લેતા તેની પાસેથી ચાદીની કટાર, ચાદીનુ તોરણ, માતાજીને ચડાવવાના છતર તથા મોબાઈલ મળી આવેલ જેના આધાર બીલ માગતા નહી હોવાનું જણવતા શક પડતી મિલકત ગણી કબજે લીધેલ તેની અટકાયત કરી પૂછપરછ કરતા ગત તારીખ ૧૫ના રોજ સવારે ૯ઃ૩૦ વાગ્યા આસપાસ ઈમ્પીરીયલ હાઈટ્‌સ પાસે વિહોત માતાજીના મંદિરમાં પાલકમાં રાખેલ ચાંદીની કટાર તોરણ સહિતની ચોરી કરી હોવાની કબૂલાત આપેલ એલસીબી પોલીસે તેની અટકાયત કરી ભરતનગર પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી સોપી આપેલ.
ત્રણ દિવસ પૂર્વે કુંભારવાડાના ડેલામાં થયેલ ચોરીમાં સંડોવાયેલા ત્રણ ઝડપાયા
બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ઇરફાનભાઇ સતારભાઇ લાકડીયાએ અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ કુંભારવાડા સર્કલ પાસે ગુજરાત મેડીકલની સામે આવેલ ડેલામાં આઇનોક્સ ટ્રેડ લીંકમાંથી ગત તા.૨૦ના મોડી રાત્રીના એક અતુલ લોડીંગ રિક્ષા ૪૦, ૦૦૦ તથા લોખંડનો પરચુરણ ભંગાર ભરેલ છ બોરા ૧૦,૩૫૦ મળી કુલ રૂા.૫૦,૩૫૦ની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવ સ્થળ તેમજ આજુબાજુના વિસ્તારના નેત્રમ એન્ડ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાની મદદથી તેમજ પ્રાઇવેટ સીસીટીવી કેમેરા દ્વારા તેમજ પોકેટ કોપ મોબાઇલ એપથી મહેન્દ્ર ઉર્ફે હદુ નાથા પડાયા, ભાર્ગવ કનૈયા ભટ્ટ તથા નરેન્દ્રસિંહ ધીરૂભા જાડેજાને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તમામ પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કર્યો હતો. જ્યારે પોલીસ કબુલાતમાં ભરત વાલજી ગોહિલનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં હતાં. પોલીસ તપાસમાં મહેન્દ્ર અને ભાર્ગવનો ઇતિહાસ ગુનાહિત હોવાનું ખુલવા પામ્યું હતું.

Previous articleઅધેલાઇ નજીક ટ્રક – ટેક્ટરનો અકસ્માત થતા યુવાનનું મોત
Next articleભાવ. શહેર કોંગ્રેસ પ્રમુખ પદે પ્રકાશ વાઘાણી રિપીટ