જિલ્લા કક્ષાની આઈટી કવીઝમાં મહુવાની બેલુર શાળા બીજા ક્રમે

1374

ભાવનગર જિલ્લા કક્ષાએ કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રૂરલ આઈ.ટી. ક્વિઝનું ભાવનગર ખાતે તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું. જેમાં સમગ્ર ભાવનગર  જિલ્લામાંથી ૮૯ જેટલી ટીમોએ ત્યાગ લીધેલ. આમાંની એક મહુવાની નામાંકિત શાળા બેલુર વિદ્યાલયે પણ ભાગ લીધેલ. જેમાં બેલુર વતી હડિયા દ્રષ્ટિ તથા  કાવડિયા ખુશીએ કષ્ઠિતા દાખવી અને સમગ્ર જિલ્લામાં દ્વિતિય નંબર પ્રાપ્ત કરેલ. આ સાથે અન્ય વિદ્યાર્થીઓએ પણ ભાગ લઈ મહુવાનું પ્રતિનિધિત્વ કરેલ. આ આઈટી ક્વીઝમાં સમગ્ર જિલ્લામાં દ્વિતિય નંબર પ્રાપ્ત કરી શાળા બેલુર વીદ્યાલય છે. જે આગામી દિવસોમાં મહુવા, ભાવનગરનું પ્રતિનિધિત્વ રાજય કક્ષાએ કરશે.  આ તકે સફળતા પ્રાપ્ત કરતા બેલુર બર્ડઝ તથા તેમને ટ્રેનિંગ ભાવિનભાઈ સિમરિયા આપતા સંસ્થાના એમ.ડી. બી.સી. લાડુમોર, સેક્રેટરી પી.એમ. નકુમે તથા સમગ્ર બેલુર વિદ્યાલય પરિવારે શુભેચ્છા પાઠવેલ. અને આગામી દિવસોમાં રાજય કક્ષાએ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી તેવી શુભકામના પણ પાઠવેલ.

Previous articleનવયુગ ક્રાંતી ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ
Next articleગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાની IT ક્વિઝ યોજાઈ