ભાવનગર શહેરમાં આજે એક સાથે ૫ કોરોનાનો નવા કેસ નોંધાયા

23

આજે ભાવનગર જિલ્લામાં કોરોનાના દિવસે ને દિવસે ૫ નવા કોરોના કેસ નોંધાયા હતા, શહેરમાં આજે ૫ નવા કેસ નોંધાયા હતા, જેમાં ૩ પુરુષ અને ૨ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયા ન હતા,ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં ૯૮ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૧૦ દર્દી મળી કુલ ૧૦૮ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૩૭૬ કેસ પૈકી હાલ ૧૦૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૬૧ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleમહુવા તાલુકાની ડોળીયા અને માઢીયા શાળાની વિદ્યાર્થીનીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડનું રાજ્યમંત્રી આર. સી. મકવાણાના હસ્તે વિતરણ
Next articleક્રેસન્ટ ટાવરની બંધ ઘડિયાળ…