સેન્ટ્રલ સોલ્ટ દ્વારા જળ શુદ્ધિકરણ-વ્યવસ્થાપન અંગે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની કાર્યશાળાનો શુભારંભ?

21

સીએસઆઇઆર-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર દ્વારા ૨૮ જૂન ૨૦૨૨ ના ગુટ-નિરપેક્ષ વિકાસશીલ દેશોના વિજ્ઞાન અને ટેકનોલોજી કેન્દ્ર, નવી દિલ્હીના સહયોગ અને ભારત સરકાર દ્વારા આઝાદીની ૭૫મી વર્ષગાંઠ “અમૃત મહોત્સવ” અંતર્ગત જળ શુદ્ધિકરણ ટેકનોલોજી, આર્સેનિક નિકાલ અને સંકલિત જળ વ્યવસ્થાપન પર આંતરરાષ્ટ્રીય કાર્યશાળા નો શુભારંભ કરવામાં આવ્યો. આ વર્કશોપના ઉદ્‌ઘાટન વ્યાખ્યાનમા પદ્મશ્રી પ્રો. ટી. પ્રદીપ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, મદ્રાસ) એ જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં ભારતમાં ઉર્જા અને પાણીની સમસ્યાને હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે, જે હરિત પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી થશે. સીએસએમસીઆરઆઈ સંસ્થાનના નિદેશક ડૉ. કન્નન શ્રીનિવાસને જણાવ્યું હતું કે, સ્વતંત્રતાના અમૃત મહોત્સ?વ?માં જળ શુદ્ધિકરણ અને વ્યવસ્થાપનનો આ વર્કશોપ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વરિષ્ઠ વૈજ્ઞાનિકોના અનુભવ અને નવા સંશોધકોની ઊર્જા ઉમેરીને આપણે નવી જળ-પ્રૌદ્યોગિક તકનીકો વિકસાવવી જોઈએ. જેથી દેશના સામાન્ય લોકો માટે પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતામાં વધારો કરી શકાય?. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, જોધપુરના પ્રો. પી.કે. તિવારીએ તેમના લેક્ચરમાં રાજસ્થાનમાં પીવાના પાણીને લગતી મુશ્કેલીઓ અને તેના ઉકેલ વિશે જણાવ્યું હતું. આ વર્કશોપના સંયોજક ડૉ. વિનોદ કુમાર શાહીએ તમામ સહભાગીઓને કલા અને સંસ્કૃતિની નગરી ભાવનગરમાં ભાવભર્યું સ્વાગત કર્યુ અને દરેકને શુભેચ્છા પાઠવી .

Previous articleભાવનગર શહેરમાં આજે એક સાથે ૩ કોરોનાનો નવા કેસ નોંધાયા
Next articleઘોઘા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ