ઘોઘા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ

23

સૌરાષ્ટ્ર,ભાવનગર,અમરેલી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,ત્યારે ઘોઘાના દરીયામાં કરંટ જોવા મળતા ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે,રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ ભારે વરસાદની અને ૫૦થી ૬૦ કી.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહીના પગલે દરિયામાં મોટા મોજા ઉછળી રહ્યા છે,ઘોઘા બંદર પર વરસાદની આગાહી અને વાતાવરણમાં આવેલા પલટાને લઈ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. હાલમાં તંત્ર દ્વારા લોકોને સાવધાન રહેવા ચેતવવામાં આવ્યા છે અને માછીમારોને દરીયો ન ખેડવા સુચના અપાઈ છે.

Previous articleસેન્ટ્રલ સોલ્ટ દ્વારા જળ શુદ્ધિકરણ-વ્યવસ્થાપન અંગે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની કાર્યશાળાનો શુભારંભ?
Next articleરથયાત્રા રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફૂટ પેટ્રોલિંગ કર્યું