અંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુને ૯૪મી અનાજ કીટનું વિતરણ

4

ઈમ્પેક્ટ ફાઉન્ડેશન યુ.કે. અને પી.એન.આર.સોસાયટીનાં સહયોગથી શ્રી અંધ અભ્યુદય મંડળ દ્વારા આજરોજ તા.૨૯/૦૬/૨૦૨૨, બુધવારનાં રોજ જિલ્લાનાં ૩૦ લાભાર્થીઓને અનાજકીટનું વિતરણ પી.એન.આર.સોસાયટીનાં સેક્રેટરી જનરલ પારસભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાનાં એચ.પી.રાખશીયા, હસમુખભાઈ ધોરડા, મહેશભાઈ પાઠક, પંકજભાઈ ત્રિવેદી, કનુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે એ નોંધવું ઘટે કે અંધ અભ્યુદય મંડળ દ્વારા દર મહીને શહેરનાં ૨૨ પ્રજ્ઞાચક્ષુ પરિવારને અનાજકીટ આપવામાં આવે છે પરંતુ ઈમ્પેક્ટ ફાઉન્ડેશન યુ.કે.નાં આર્થિક સહયોગથી આ અનાજકીટનો જિલ્લાનાં નેત્રહીન ભાઈ-બહેનો માટે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેવી જાણકારી મંડળનાં પ્રમુખ લાભુભાઈ સોનાણીએ આપી હતી.