દરેક સેલિબ્રિટી ટ્રોલિંગનો સામનો કરે છેઃ શહેનાઝ ગિલ

6

મુંબઈ, તા.૧
આ વખતે સલમાન ખાને નહીં પરંતુ તેની બહેન-જીજાજી અર્પિતા ખાન અને આયુષ શર્માએ ઈદ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવુડ ઈન્ડસ્ટ્રીના મોટાભાગના સેલિબ્રિટી હાજર રહ્યા હતા. જો કે, બધામાંથી સૌથી વધારે ધ્યાન કોઈએ ખેંચ્યું હોય તો તે હતી શહેનાઝ ગિલ. બિગ બોસ ૧૩માં ભાગ લીધા બાદ અને ખાસ કરીને સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહેનાઝ ગિલના સલમાન ખાન સાથેના સંબંધો મજબૂત બન્યા છે. ઈદ પાર્ટીમાંથી ઘરે જતી વખતે શહેનાઝ ’દબંગ ખાન’ને ભેટી પડી હતી અને તેને કિસ કરતી પણ દેખાઈ હતી. ત્યારબાદ તેણે તેને કાર સુધી છોડવા આવવાની વિનંતી કરી હતી. એક્ટરે તરત જ તેની વાત માની લીધી હતી. આ બધું કેમેરામાં કેદ થયું હતું અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતાં શહેનાઝ ખૂબ ખરાબ રીતે ટ્રોલ થઈ હતી. ટ્રોલિંગ મામલે હવે તેણે પ્રતિક્રિયા આપી છે. શહેનાઝ ગિલે કહ્યું હતું કે ’સોશિયલ મીડિયા પર પોપ્યુલર હોવાનો અર્થ એ છે કે તમને ખૂબ પ્રેમ મળે છે. પરંતુ તેનો અર્થ ટ્રોલિંગ પણ છે. દરેક સેલિબ્રિટી તેનો સામનો કરે છે. પરંતુ દરેકની પોઝિટિવ અને નેગેટિવ સાઈડ છે. તમે શેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માગો છે તે તમારા પર છે’ હું માત્ર પોઝિટિવ વાત પર ધ્યાન આપવા માગુ છું. જેટલો પ્રેમ લોકો મને આપે છે, તે બાકીની નેગેટિવિટીને ઓવરશેડો કરવા માટે પૂરતો છે. તેથી, હું નેગેટિવ સાઈડ કેમ જોઉ? ઠીક છે, સોશિયલ મીડિયા છે જ એવું મીડિયમ પરંતુ આપણે તેની પોઝિટિવ સાઈડ પણ તો જોઈ શકીએ છીએ’, તેમ તેણે ઉમેર્યું હતું. પંજાબી ફિલ્મો અને મ્યૂઝિક વીડિયોમાં કામ કરી ચૂકેલી શહેનાઝ ગિલ બોલિવુડમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહી છે.
તે સલમાન ખાનની ફિલ્મ ’કભી ઈદ કભી દિવાલી’માં મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં પૂજા હેગડે, રાઘલ જુયાલ અને સિદ્ધાર્થ નિગમ પણ મહત્વના રોલમાં છે. શહેનાઝ ગિલ છેલ્લે દિલજીત દોસાંજ સાથે ફિલ્મ ’હોસલા રખ’માં જોવા મળી હતી.

Previous articleબોરતળાવ કૈલાસવાટીકાને વધુ આકર્ષક અને સુવિધાસભર બનાવવા રૂા.૪.૪૭ કરોડ ખર્ચાશે
Next articleઈંગ્લેન્ડમાં કોહલીની સદીનો દુકાળ દૂર થશે : સહેવાગ