ગગન ગાજે ને મોરલા બોલે માથે ચમકે વીજ હરખ ની હેલી રે ચડી ને આવી છે આષાઢી બીજ

6

અષાઢી બીજ ઍટલે ભગવાન જગન્નાથ ની રથયાત્રા ઋષિઓએ આ દેહને રથ કહ્યો છે. કંસના તેડાથી અક્રૂરજી બાળકૃષ્ણને ગોકુળથી રથમાં બેસાડી મથુરા લાવ્યા હતા, આ દિવસથી રથયાત્રાનો પ્રારંભ થયો, રથયાત્રા ઉજવવામાં આવે છે.સંસ્કૃત સાહિત્યમાં કવિ કાલિદાસથી માંડી અનેક કવિઓ,સર્જકો જેના ગુણગાન ગાતા થાકતા નથી, લોકસાહિત્યકારો એ પોતાની રચનાઓમાં અષાઢ મહિનાને ખૂબ ખૂબ બિરદાવ્યો છે, એવો અષાઢ માસ જ્યારે ઓળધોળ બની અવનિ પર અનરાધાર વરસે અને માનવજીવનના ઉત્કર્ષ સાથોસાથ ધર્મજીવન પણ બળવત્તર બનાવે એવી અષાઢી બીજની આભા સૌના અંતર મનને સભર બનાવે એવુંરથયાત્રાના અવસરે એકઠાં થયેલા સાધુસંતો, મહંતો અને સદ્ગુહસ્થોનું દર્શન સૂચક છે.આ અવસરે શ્રી જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીનું ષોડશોપચાર કરી પૂજન તથા તેમને દિવ્યરથ પર યાત્રા કરાવવાનું સવિષેશ મહત્વ છે. જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે. ભગવાન જગન્નાથ તેના જીવનરથનું દોરડું ખેંચે છે. સર્વધર્મસમભાવથી ભેળો થયેલો ભક્તવૃંદ આરથયાત્રામાં ભાગ લે છે. ગાડાઓમાં ખેડૂતો વાવણી કરી ઉમંગ અને આસ્થા પૂર્વક આ પર્વ ઉજવે છે. દસમી સદીમાં ગુજરાતના મુળરાજના સમકાલિન ગણાતા કચ્છ પ્રદેશના પ્રજાવત્સલ અને સૌંદર્ય ઉપાસક રાજવી લાખાફૂલાણીએ આ અષાઢીબીજથી કચ્છી નવાવર્ષની શુભ શરૃઆત કરેલી, ત્યારથી કચ્છીમાડુએ આ દિવસને નૂતનવર્ષ
તરીકે ઉજવે છે.
ખેડૂતો માટે મહત્વનો દિવસ
સામાન્ય રીતે, ખેડૂતો ખેતરમાં વાવણીનો આરંભ કરે દે છે. આથી,અષાઢી બીજ સુધીમાં ખેતરોમાં વાવણી કાર્ય પુર્ણ થઇ ગયું હોય છે.ખેડૂતોએ નિંદામણ પણ કરી લીધું હોય છે. ખેતરોમાં કુંપણો જેવો પાક ડોકયા કરવા લાગ્યો હોય છે. આથી, હવે આકાશમાંથી વરસાદ વરસવાની આવશ્યકતા હોય છે.કહેવાય છે કે અષાઢી બીજના દિવસે મેઘરાજા અચુક અમી-છાંટણાં વરસાવે જ છે. ત્યારે અષાઢી બીજ ખેડૂતો માટે મહત્વનો દિવસ બની રહે છે. વરસાદ વરસે તો ખેડૂતો ખુશ થઇ એકબીજાને ‘અષાઢી બીજના રામ-
રામ’ કહી તહેવાર ઉજવે છે. એકંદરે અષાઢી બીજ ગાજે, આભમાંથી અમી છાંટણાઓ વરસે અને રાત્રે વીજ ચમકારા થાય તો અષાઢ માસ મેઘરાજાની કૃપાથી તરબતર રહે છે, તેવી માન્યતા છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..