ટાઉનહોલના નવાનક્કોરRCC રોડમાં તડીયા પડી ગયા, કોન્ટ્રાક્ટરને નોટીસ

16

મોતીબાગને નવી સજાવટ માટે રૂ.સવા ચાર કરોડ ખર્ચાયા છતાં કોન્ટ્રાક્ટર એજન્સીએ ગેરરીતિ આચરી હોય તેમ પાપ પોકાર્યું !
ભાવનગર મહાપાલિકાના બિલ્ડીંગ વિભાગ દ્વારા ભાવનગરનું હેરિટેજ ગણાતું ટાઉનહોલની રીનોવેશનની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં રૂપિયા સવા ચાર કરોડ જેવી માતબર રકમ ખર્ચવામાં આવેલ છે,પરંતુ હાલમાં દેખાય છે કે ટાઉનહોલની બહાર કરવામાં આવેલ આરસીસીના કામમાં કેટ કેટલીય જગ્યાએ ખાડાઓ, તડીયા પડી ગયેલ છે જે ગેરંટી પિરિયડમાં હોવા છતાં રીપેર કરવામાં આવતા નથી !આ અંગે કોન્ટ્રાક્ટરને પંદર દિવસ અગાઉ નોટિસ આપીને આ તમામ કામગીરી કરવાની જાણ કરી હોવા છતાં હજી સુધી કોઈ કામગીરી શરૂ પણ કરવામાં આવેલ ન હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે બિલ્ડીંગ વિભાગના ઈજનેર અડવાણીને પૂછતાં તેમણે નોટીસ આપી છે પરંતુ કામ થયું છે કે નહિ.? તે અંગે પોતે તપાસ કરાવશે તેમ જણાવ્યું હતું.

Previous articleસિહોરમાં નગરપાલિકાના પ્રમુખના ઘર પર વિજળી પડી
Next articleરેલવે અને રેલવે પ્રોટેક્શન ફોર્સની પ્રવૃત્તિ-સિદ્ધિઓ લોકો સુધી લઇ જવા બાઇક રેલી