સિહોરમાં નગરપાલિકાના પ્રમુખના ઘર પર વિજળી પડી

9

ભાવનગર જિલ્લામાં ગઈકાલે અષાઢી બીજના દિવસે મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ શહેર તથા જિલ્લાના મોટા ભાગના તાલુકામા ગાજવીજ સાથે મન મુકીને વરસ્યા હતા. જેમાં બપોરના સમયે સિહોર શહેરમાં પણ વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જેમા નેસડા રોડ, મોર્ડન સ્કુલ સામે, વિધ્યાનગર ખાતે રહેતા સિહોર નગર પાલિકાના પ્રમુખ વી.ડી. નકુમના ઘર પર વીજળી પડતા મકાનને નુકસાન થવા ઉપરાંત ઈલેક્ટ્રિક ઉપકરણોને પણ મોટું નુકસાન થયું હતું. જોકે કોઈને ઇજા પહોંચી ન હતી.