અભિનેત્રી પાયલ રોહતગી આગ્રામાં લગ્ન કરશે

4

મુંબઈ, તા.૨
બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી અને પહેલવાન સંગ્રામ સિંહ આજકાલ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેઓ બંને તારીખ ૯ જુલાઈએ આગ્રામાં લગ્ન કરશે. પાયલ રોહતગીએ પોતાના લગ્ન અને હનીમૂન પ્લાનિંગ વિશેની વાત કરી. પાયલ રોહતગીએ જણાવ્યું કે તેણે લગ્ન માટે આગ્રા જ્યારે હનીમૂન માટે કાશ્મીરની પસંદગી કરી છે. પાયલ રોહતગીએ જણાવ્યું કે, ’મારા માટે આગ્રા તાજમહેલ કરતા પણ વધારે મહત્વનું છે. શક્ય છે કે તાજમહેલના બંધ રૂમોમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ હોય. હું આગ્રા લગ્ન કરવા માટે જઈ રહી છું. હું ઈચ્છું છું કે આગ્રાને સનાતન ઈતિહાસ માટે ઓળખવામાં આવે’. આગ્રા તાજમહેલ માટે જાણીતું છે પણ ત્યાં ઘણાં હિન્દુ મંદિર આવેલા છે કે જેના વિશે આપણે નથી જાણતા. લોકો આગ્રાના હિન્દુ મંદિર વિશે જાણે તે માટે હું ત્યાં લગ્ન કરવા જઈ રહી છું. હું મારા લગ્ન હિન્દુ વિધિ પ્રમાણે કરીશ. હું એવું ઈચ્છું છું કે લોકો આગ્રાના મંદિરોની સુંદરતા વિશે જાણે માટે હું ત્યાં લગ્ન કરીશ. એક્ટ્રેસ પાયલ રોહતગીએ વધુમાં જણાવ્યું કે, તાજમહેલમાં બંધ ૨૨ રૂમ્સ ખોલવાની માગવાળી અરજીને કોર્ટે ફગાવી છે. હું તો એવું કહેવા માગુ છું કે આ અરજીકર્તાએ ઇ્‌ૈં કરવી જોઈએ અને તેના કાગળિયાના આધારે કોર્ટના શરણે જવું જોઈએ. જ્યારે બીજી બાજુ, હનીમૂન માટે કાશ્મીરની પસંદગી કરવા વિશે કહ્યું કે, કાશ્મીર ભારતનો હિસ્સો છે. હું ભારતના આ સુંદર હિસ્સાને જોવા માગુ છું જ્યાં ભારતીય સૈનિકોએ દેશની રક્ષા માટે લોહી વહેવડાવ્યું છે. બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી જલદી જ તેના બૉયફ્રેન્ડ સંગ્રામ સિંહ સાથે લગ્ન કરવા જઈ રહી છે. દરમિયાન પાયલ રોહતગીના લગ્નની અપડેટ જાણવા મળી રહી છે. એક્ટ્રેસ પાયલ રોહતગી છેલ્લાં ૧૨ વર્ષથી સંગ્રામ સિંહને ડેટ કરી રહી છે. એક્ટ્રેસ પાયલ રોહતગી તારીખ ૯ જુલાઈ, ૨૦૨૨ના દિવસે લગ્ન કરશે. પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ આગ્રાના જેપી પેલેસમાં લગ્ન કરશે. આ વિશે વાત કરતા સંગ્રામ સિંહે જણાવ્યું કે હું પાયલ રોહતગીને પહેલી વખત આગ્રા મથુરા રોડ પર મળ્યો હતો. અમે જુલાઈ મહિનામાં આગ્રાના જેપી પેલેસમાં લગ્ન કરીશું. અમારો લગ્ન પ્રસંગ ૩ દિવસ ચાલશે જેમાં સંગીત સેરેમની સહિતનું સેલિબ્રેશન થશે. આગ્રામાં ઘણાં જૂના મંદિરો છે અને અમે પરિવારની હાજરીમાં મંદિરમાં લગ્ન કરીશું. આગ્રાને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. લગ્ન બાદ અમે દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શન રાખીશું, આ સાથે જ હરિયાણાના લોકો માટે પણ મીઠાઈ અને લાડુ મોકલાવીશું. ૩૭ વર્ષીય એક્ટ્રેસ પાયલ રોહતગીની જાણીતી ફિલ્મો પ્લાન, રક્ત, ૩૬ ચાઈના ટાઉન, ઢોલ, દિલ કબડ્ડી વગેરે છે. આ સિવાય તે બિગ બોસ ૨, લૉક અપ્પ જેવા ટીવી શૉમાં પણ જોવા મળી છે.