ભાવનગર શહેર અને જિલ્લામાં એકાદ કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો

17

અષાઢી બીજથી શરૂ થયેલો વરસાદ ત્રીજા દિવસે પણ મેઘરાજાની પધરામણી
ભાવનગર શહેર અને જિલ્લામાં બપોર બાદ એકાએક જોરદાર વરસાદી ઝાપટું વર્ષર્યું હતું, એકાદ કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા,

ભાવનગરમાં બપોર બાદ વરસાદી ઝાપટું વર્ષ્યું હતું, શહેરના જુદા જુદા વિસ્તારમાં સુભાષનગર, કાળાનાળા, રૂપમચોક, માધવદર્શન, પરિમલ ચોક સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ બપોર બાદ દસ્તક દીધી હતી, જ્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાઓમાં ગામડાઓમાં પણ બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જેમાં તળાજાના સાગાણા, કામરોળ, સરતાનપર, ગોપીનાથ, પીથલપર, ઠાડચ, કુંઢેલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી, તળાજા પંથકમાં વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આમ, ભાવનગર શહેર અને જિલ્લામાં એકાદ કલાકમાં આશેર એકદા ઈંચ જેટલો વરસાદ પડયો હતો, આજે બપોરે બાદ એકાએક વરસાદી માહોલ થતા શહેર અને જિલ્લામાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તાજેતરમાં રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર પંથકમાં છુટાછવાયા વરસાદની આગાહી પણ કરી છે જેના પગલે અષાઢ માસમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે સતત ત્રણ દિવસ થી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, હવામાન વિભાગે આગાહી આપી હતી, જે અનુસંધાને રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ભાવનગર, આણંદ, ભરૂચ, તાપી, ડાંગ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ તથા દિવ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Previous articleઆચાર, વિચાર,ઉચ્ચાર અને વ્યવહાર શુદ્ધ હોય તે ઉત્તમ આચાર્ય : મોરારીબાપુ
Next articleપાલિતાણાની જાળીયા અમરાજી કેન્દ્રવર્તી શાળાની સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ