બે વિધાર્થીઓના “ફીટ ઇન્ડિયા અને નશાબંધી નિવારણ ” વિષયો પરના પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા

9

ભાવનગર કેળવણી મંડળ સંચાલિત એલ. આર વળીયા આર્ટસ એન્ડ પી. આર. મહેતા કોમર્સ કોલેજ ભાવનગરમાં ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરીનાં ઉપક્રમે ઇનોવેશન કલબ અંતર્ગર્ત રાજ્યની તમામ સરકારી / અનુદાનિત કોલેજોના અમૃત નવસર્જન પ્લેટફોર્મ પર બેઝીક ઓફ વર્નાકુલર ઇનોવેશનની ૧૫ દિવસની તાલીમ લીધેલા વિધાર્થીઓની પ્રતીયોગ્યતાનું આયોજન તાઃ ૦૨/૦૪/૨૦૨૨ ના રોજ કરવામાં આવેલ હતું. જેમાં કોલેજની ત્રણ ટીમના કુલ (૬) વિધાર્થીઓ સહભાગી થયા હતા. આ વિધાર્થીઓએ તૈયાર કરેલ પ્રોજેક્ટ પૈકી (૨) બે વિધાર્થીઓના પ્રોજેક્ટ (૧) સાંકડા સરિયા અમન (બીકોમ સેમેસ્ટર -૦૫) નશાબંધી (૨)ચૌહાણ અશોક (બીકોમ. સેમેસ્ટર-૦૫) ફીટ ઇન્ડિયાએ થીમ પરના પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ છે. હવે તેઓ તાઃ ૧૧/૦૭/૨૦૨૨ થી ૧૩/૦૭/૨૦૨૨ સાયન્સ સીટી અમદાવાદ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં પસંદગી પામી કોલેજનું પ્રતિનિધિત્વ કરશે. આ સમગ્ર કાર્યક્રમમાં કલબ કો- ઓર્ડીનેટર પ્રા. રીટાબેન ઉપાધ્યાયે કામગીરી બજાવી હતી સફળ બંને વિધાર્થીઓને કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. વિરમદેવ સિંહ ગોહિલે,ટ્રસ્ટીશ્રીઓએ તેમજ સ્ટાફ ગણે અભિનંદન પાઠવેલ.