સત્યમિલના ગેઇટ પર ટ્રકે તળે ચોકીદાર ચગદાયા

21

ટ્રક ચાલક વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં પૌત્રએ નોંધાવી ફરિયાદ
વરતેજ નજીક આવેલ સત્યમીલના ગેટ પર ફરજ બજાવતા ચોકીદારને ગઈકાલે સાંજે ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત થયુ હતુ.બનાવ અંગે ટ્રક ચાલક વિરૂદ્ધ મૃતકના પૌત્રએ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વરતેજ ખાતે રહેતા અને સત્ય મિલમાં છેલ્લા ચારેક વર્ષથી સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા દામજીભાઈ જીવાભાઇ બારૈયા ઉ.વ. ૬૦ ગઈકાલે સાંજના સમયે મીલના ગેટ પર ફરજ પર હતા તે દરમિયાન ટ્રક નંબર ખ્તદ્ઘ૦૪ એ ડબલ્યુ ૫૪૩૬ના ચાલકે ટ્રક પૂર ઝડપે બેફિકરાયથી માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવી ચોકીદાર સાથે ભટકાડતા ચોકીદાર દામજીભાઈ ટ્રકના પાછળના વિલમાં જોટામાં આવી જતા ગંભીર ઇજા થયેલ. બનાવની જાણ થતા તેમના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવેલ અને તેમને સારવાર માટે સરટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત થયું હતું.આ અંગે મૃતક દામજીભાઈના પૌત્ર નીતિનભાઈ મહેશભાઈ બારૈયાએ વરતેજ પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૪-ટ્ઠ, ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા મોટર વાહન અધિનિયમ ૧૩૪, ૧૭૭ અને ૧૮૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે

Previous articleકુંભારવાડા મીલની ચાલીમાં દબાણો પર બુલડોઝર ફેરવાયું બે માળના બાંધકામ કરી ભાડે આપી દેવાયા હતા !
Next articleવાળુકડઃ વરસાદી પાણીમાં પ્રસરેલા વિજશોકથી બળદનું મોત, સદનસીબે ખેડૂતનો થયો બચાવ