વાળુકડઃ વરસાદી પાણીમાં પ્રસરેલા વિજશોકથી બળદનું મોત, સદનસીબે ખેડૂતનો થયો બચાવ

30

ઘોઘા તાલુકાના વાળુકડ ગામે બળદગાડું લઈને નીકળેલા આણંદભાઈ કાબા ગામમાં પહોચતા ઇલેક્ટ્રિક વિજપોલ પાસે પાણી ભરાયેલું હોય જેમાં ગાડા સાથે આવતાની સાથે બળદને શોક લાગ્યો હતો. શોક લાગતાની સાથે બળદનું સ્થળ પર મૃત્યુ થયું હતું. પીજીવીસીએલની ગંભીર બેદરકારીમાં કોઈ માનવને જાનહાની નથી થઈ પરંતુ બળદના મોતથી ગામ લોકોમાં ગમગીની સાથે ભારે રોષ ફેલાયો હતો.પીજીવીસીએલની ગંભીર બેદરકારી વારંવાર જોવા મળતી હોય છે જેના ભાગ રૂપે વરસાદ બાદ ગંભીર બેદરકારીમાં મૂંગા પશુનો જીવ લેવાયો હતો.

Previous articleસત્યમિલના ગેઇટ પર ટ્રકે તળે ચોકીદાર ચગદાયા
Next articleપરવડી ગામે લક્ષ્મી ડેમમાં નવા નીર…