સિહોર ની વરલ કેન્દ્રવર્તી શાળામાં 147માં શાળા સ્થાપના દિવસની ઉજવણી ગ્રામજનો દ્વારા 51 પંખા નું અનુદાન આપવામાં આવ્યું.

6

આજરોજ ભાવનગર જિલ્લા પંચાયત,શિક્ષણ સમિતિ સંચાલિત સિહોર તાલુકની શ્રી વરલ કેન્દ્રવર્તી શાળા નો 147 માં સ્થાપના દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવેલ. તા.06/07/1986 ના રોજ આઝાદી પૂર્વે વરલ સ્ટેટ માં પ્રાથમિક શિક્ષણની શરૂઆત થયેલ.14 દશકા ના ઘેઘુર વડલા સમાન શ્રી વરલ કેન્દ્રવર્તી શાળામાંથી શિક્ષણ પ્રાપ્ત કરી, પોતાના નોકરી વ્યવસાય પ્રગતિ કરેલ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમયાંતરે પોતાની માતૃશાળાની મુલાકાત લઈ જરુરી મદદ કરી માતુશાળા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા રહયા છે. આજ ના આ અણમોલ દિવસે શ્રી વરલ કેન્દ્રવર્તી શાળા પરિવાર દ્વારા શાળા ના સ્થાપના દિવસ નિમિત્તે કલશોર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ગામના વડીલો,અને વિશાળ સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહેલ. ગામના વડીલોએ પોતાના બાળપણ ના સંસ્મરણો વાગોળેલ. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી હઠીસિંહ ચૌહાણ,બાળકો અને ગામના આગેવાનો દ્વારા જમ્બો કેક કાપી ઉપસ્થિત સૌને વિતરણ કરવામાં આવેલ.બાળકોને બટેટા પૌવાનો સ્વાદિષ્ટ અલ્પાહાર આપવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થિત ગામના વડીલો અને શાળામાં અભ્યાસ કરતા બાળકો ના વાલીઓ દ્વારા શ્રી વરલ કેન્દ્રવર્તી શાળાને સ્થાપના દિવસે પોતાની ગુરુદક્ષિણા સ્વરૂપે 51 સીંલીગ ફેન (પંખા) ની ભેટ દાન સ્વરૂપે આપવામાં આવતા, ઉપસ્થિત દાતાશ્રીઓનો શ્રી વરલ કેન્દ્રવર્તી શાળા પરિવારે આભાર વ્યક્ત કરેલ.આ સમગ્ર કાર્યકમને સફળ બનાવવા આચાર્ય શ્રી હઠ્ઠીસિંહ ચૌહાણ ના માર્ગદર્શન નીચે શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવેલ.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર..