બેટિંગ ચિંતાનો વિષય છે અને તેને લઈને કંઈ કરવું પડશે, હેડ કોચ રાહુલ દ્રવિડ

6

એજબેસ્ટન,તા.૭
ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ મળેલી સાત વિકેટની હાર બાદ ખુબ નારજ જોવા મળ્યા છે. સાથે દ્રવિડે બેટરોને અલ્ટીમેટમ આપી દીધુ છે. ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજી ઈનિંગમાં બેટરોના સતત ફેલ થવાને લઈને દ્રવિડે કહ્યુ કે, તે પસંદગીકારો સાથે તેને લઈને વાત કરશે. દ્રવિડની દેખરેખમાં ભારતીય ટીમ વિદેશમાં પોતાની છેલ્લી ત્રણ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે, તેમાં ટીમે આફ્રિકામાં બે ટેસ્ટ મેચ બાદ બર્મિંઘમમાં ૩૭૮ રનના મોટા લક્ષ્યનો બચાવ કરવામાં ફેલ રહી છે. ભારતે જોહનિસબર્ગમાં પોતાની બીજી ઈનિંગમાં ૨૬૬, કેપટાઉનમાં ૧૯૮ અને બર્મિંઘમમાં ૨૪૫ રન બનાવ્યા. આ ત્રણ તક પર ભારતની બીજી બીજી ઈનિંગ ટેસ્ટ મેચની ત્રીજી ઈનિંગ હતી. આ ત્રણેય મેચમાં ભારતીય ટીમ ૨૪૦, ૨૧૨ અને ૩૭૮ રનના મોટા લક્ષ્યનો બચાવ કરવામાં નિષ્ફળ રહી. દ્રવિડને જ્યારે એજબેસ્ટન ટેસ્ટની હારને એક્સપ્લેન કરવાનું કહેવામાં આવ્યું તો તેણે કહ્યું- ક્રિકેટ એટલું વધુ છે કે અમારી પાસે વિચારવાનો સમય નથી. અમે બે દિવસ બાદ તમારી સાથે બીજી વાત કરીએ. ૭ જુલાઈથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટી૨૦ સિરીઝ રમાવાની છે. તેમણે કહ્યું- પરંતુ અમે ચોક્કસ પણે આ પ્રદર્શન પર વિચાર કરવાનો પ્રયાસ કરીશું. દરેક મેચ અમારા માટે શીખ છે અને તમે કંઈને કંઈ શીખતા રહો છો. અમારે વિચારવુ પડશે કે અમે ટેસ્ટ મેચની ત્રીજી ઈનિંગમાં સારી બેટિંગ કેમ કરી શકતા નથી અને ચોથી ઈનિંગમાં અમે ૧૦ વિકેટ કેમ લઈ શકતા નથી. ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વર્તમાન સાઇકલમાં વધુ છ મેચ રમવાની છે અને આ તમામ મેચ ભારતીય ઉપમહાદ્વીપમાં (ચાર ભારતમાં અને બે બાંગ્લાદેશમાં) છે. દ્રવિડે ખાનીની સમીક્ષા કરવા માટે ચેતન શર્મા (પસંદગી સમિતિના અધ્યક્ષ જે ઈંગ્લેન્ડમાં છે) ની સાથે બેઠક કરવાની યોજના બનાવી છે. તેમણે કહ્યું, આગામી છ ટેસ્ટ મેચ ઉપમહાદ્વીપમાં છે અને અમારૂ ધ્યાન તે બાકી મેચ પર રહેશે. કોચ અને પસંદગીકાર બેસીને આ મેચનું વિશ્લેષણ કરશે. તેમણે કહ્યું કે, દરેક સિરીઝ બાદ આ સમીક્ષા થાય છે અને તેથી અમે આગામી વખતે દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા દેશોના પ્રવાસે જશું તો તે કમીને દૂર કરી શકાય.