રાજુ રદી આપણી ગુર્જર લક્ષ્મી નામની લોટરી ફરી ચાલુ કરવા ગુહાર લગાવે છે (બખડ જંતર)

2

માણસો બે પ્રકારના હોય છે. પ્રારબ્ધવાદી અને પુરૂષાર્થવાદી. જો કે માણસો વાસ્તવવાદી અને સ્વપ્નવાદી હોય છે. સ્વપ્નવાદી પાછા પ્રારબ્ધવાદી પણ હોય છે. લગભગ દરેકને સ્વપ્ન આવે છે. કેટલાકને હોરર સ્વપ્ન આવે છે. મળસ્કે જે ખરાબ સ્વપ્ન આવે તેને અંગ્રેજીમાં નાઇટમેર કહે છે. સ્વપ્ન રાત્રે જ જુઓ એવું આઇપીસી કે બીજો કાયદો ફરજ પાડી શકતો નથી.દિવસે સ્વપ્ન જોવામાં આવે તેને દિવાસ્વપ્ન કહે છે!!
સપનાની વ્યાખ્યા કરવી એ એક જટિલ કામ છે. સપના એ મનની કલ્પના છે. મન જ્યારે સ્વતંત્ર થઈ ફરવા લાગે ત્યારે રંગીન, સારા-ખરાબ, ડરામણા જેવા અનેક પ્રકારના સપના રચાવા લાગે છે. પરંતુ શું તમને ખબર છે, સપના એ માત્ર વિચારો નથી, એ તમારા જીવનના ઉતાર-ચઢાવ સૂચવે છે. ઘણીવાર સપનાઓ આપણને આવનારા ભવિષ્યનો સંકેત આપતા હોય છે, પરંતુ આપણે સમજી શકતા નથી.
પ્રાચીન ધર્મગ્રંથોમાં પણ અલગ-અલગ સપનાના માધ્યમથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે વર્ણન જોવા મળે છે. જ્યોતિષે જણાવ્યા મુજબ સૂર્યોદયના સમયે જોવામાં આવતું સ્વપ્ન એ જ દિવસે સાચું થાય છે જયારે બ્રહ્મમુહૂર્ત માં જોવાયેલ સ્વપ્ન દસ દિવસમાં પરિપૂર્ણ થાય છે. ઘણી સમાન વસ્તુઓ છે, ઘણી માન્યતાઓ છે. અહીં અમે તમને એવા ઘણા સંકેતો અને એનાથી પ્રાપ્ત થતા ફળો જણાવવા જઈ રહ્યા છીએ.
કેટલાક લોકો સ્વપ્નો પૂર્ણ કરવા માટે જીંદગી ખર્ચી નાંખે છે!જયારે કેટલાક લોકો સ્વપ્નો જોવામાં જીંદગી ખર્ચી નાંખે છે!!કેટલાક માટે જીંદગી સ્વપ્નવત્‌ હોય છે. કેટલાક માટે સ્વપ્નો જીંદગીવત હોય છે!!
ઘણીવાર કેટલીક વ્યકિતને ભવિષ્યની ઘટનાનો અણસાર આવી જાય છે! મારા મોટા ભાઇને અમેરિકાના પ્રમુખ કેનેડીની હત્યા થવાનું સ્વપ્ન હત્યાના પંદર દિવસ પહેલાં આવેલ અને મોટાભાઇએ પિતાજીને પણ જણાવેલ.
સ્વપ્ન એ મનોવૈજ્ઞાનિક રીતે કે મેડીકલ રીતે ગમે તે હોય પણ દિવસભરની ભાગદોડના અંતે ઊંઘમાં અતૃપ્ત ઇચ્છા, આકાંક્ષા, અબળખા, અભરખા પૂરી કરવાનું માધ્યમ છે. સ્વપ્નના અર્થધટન પણ કરી શકાય છે. કોઇને મરણ પામતા જુઓ તો તેની આવરદા વધે છે. સવારના મળસ્કે આવેલ સ્વપ્ન મહદઅંશે સાચું પડે છે. હું જીવનમાં તમાકુ કે તમાકુની પ્રોડકટને અડકયો નથી. જીવન માટે મેં લક્ષ્મણરેખાને બદલે ભરતરેખા દોરી છે. વ્યસન કરવા માટે અપ્રતિમ હિંમત( શરીરને નુકસાનકારક પદાર્થ છે તેની જાણકારી હોવા છતાં મોઢાની ઘંટીમાં ઓરવા માટે હિંમતની જરૂર પડે!) અને ઈશ્વરની અસીમ કૃપા જોઇએ. મારા પક્ષે બંનેનો અભાવ છે. આમ છતાં મને નિયમિતપણે હું સિગારેટ પીતો હોવાના સ્વપ્ન આવે છે. હું બે જગ્યાએ નોકરીની મોકરી કરતો હોવાના સ્વપ્ન આવે છે. હું સીધો ઉભો રહી હેરી પોટરની જેમ સ્વપ્નમાં સીધી લીટીએ આકાશે ચડી ઉડતો હોઉં તેવા સ્વપ્ન નિયમિત સમયાંતરે આવે છે. હું તલવારથી કોથમીર સમારતો હોઉં છું!!હું ભાલાના ફણાથી વાંસો ખંજવાળતો હોય તેવું પણ સ્વપ્ન આવે છે, છતાં પીઠમાં લોહીનો ટશિયો પણ જાગીને જોઉં તો લોહીનો ટશિયો પણ જોવા મળતો નથી .ભગવાન મહાવીર સ્વામીના માતૃશ્રી ત્રિશલાને વર્ધમાનના જ્ન્મ પહેલાં ચૌદ સ્વપ્ન આવેલ હતા. જેનું પઠન મહાવીર જયંતીએ કરવામાં આવે છે.
સ્વપ્નમાં કોઈનો વરઘોડો જોવો અથવા ઢોલ નગારા વાગતા જોવું પણ સારું નથી. આ પ્રકારનું સ્વપ્ન આ વાત તરફ ઈશારો કરે છે કે, તમારા જીવનમાં આવનારા સમયમાં કોઈ પ્રકારની મુશ્કેલી અથવા સંકટ આવવાનું છે. જો કોઈને સ્વપ્નમાં એવો બગીચો જોવા મળે જે વેરાન છે જેમાં લીલોતરી નથી તો તે પણ ગંભીર વેદના તરફના સંકેત કરે છે. સ્વપ્નમાં કીડીઓ અથવા મકોડાને જોવા પણ આગામી સમયમાં દુઃખના સંકેત છે. તમે જેટલા વધારે પ્રમાણમાં જંતુઓ જોવો છો એટલી જ વધારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો સ્વપ્નમાં ભૂકંપનું દ્રશ્ય જોવામાં આવે તો તે પણ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રીતે સ્વપ્ન જોવાનો અર્થ એ છે કે તમારા બાળકને ભવિષ્યમાં કોઈ પ્રકારની સમસ્યા આવી શકે છે. જો તમે તમારા સ્વપ્નમાં બિલાડી જોઇ હોય તો તેને શુભ કહી શકાય નહીં. આ પ્રકારનું સ્વપ્ન ખરાબ સમયના સંકેત આપે છે અને સાથે જ તેનો અર્થ એ પણ થાય છે કે, ભવિષ્યમાં કોઈ તમારી સાથે વિશ્વાસઘાત કરવાનો છે.
સપનામાં ચશ્મા પહેરતા જોવું એટલે વિદ્વતામાં વધારો થવો.સપનામાં લાકડી જોવી એટલે નામ કમાવું.સપનામાં ખીણ જોવી એટલે કે તમને ધન અને પ્રસિદ્ધિ મળશે.સપનામાં કૂતરું દેખાય તો સારો મિત્ર મળી શકે છે.સપનામાં કમળ દેખાય તો માનવું કે, મહાન વ્યક્તિ સાથે મુલાકાત થશે
સપનામાં ટોપી દેખાવાનો અર્થ છે, તમે ઉન્નતિના રસ્તે આગળ વધશો.જો તમે સપનામાં ધનુષ્ય પકડ્યું છે તો પ્રવાસથી લાભ થશે.સપનામાં કોલસો દેખાય તો કોઈ વિવાદમાં ફસાશો.કાદવમાં ફસાઈ ગયા હોવાનું સપનું આવે તો પૈસા વેડફાશે અને શારીરિક મુશ્કેલી આવી શકે છે.સપનામાં તળાવમાં નહાવું એટલે સંન્યાસી બની જવું.
સપનામાં સિંહાસન જોવું એટલે ઉત્તમ સુખની પ્રાપ્તિ થવી.સપનામાં જંગલ જોવું એટલે વિજય પ્રાપ્તિ થવી.સપનામાં જહાજ જોવાનો અર્થ છે, મુશ્કેલીઓ દૂર થશે અને નકામા ખર્ચા થશે.સપનામાં ચાંદી નિહાળવાનો અર્થ છે, પૈસા અને અહંકારમાં વધારો થશે.સપનામાં ઝરણાના દર્શન થાય તો દુઃખ દૂર થાય છે.
સપનામાં ચાદર જોવાથી વિના કારણે બદનામી થઈ શકે છે.સપનામાં પ્રગટતો દિપક જોવો તે આયુષ્યમાં વધારાની નિશાની છે.પત્ર વાંચતા જોવું એટલે શુભ સમાચારની પ્રાપ્તિ.સપનામાં દાડમનું ફળ મળવું એટલે ધન અને પુત્રની પ્રાપ્તિ થવી.
સપનામાં આકાશ જોવું એટલે ઐશ્વર્ય વૃદ્ધિ અને પુત્ર લાભ.સપનામાં રત્નો કે નંગો જોવા એટલે ડર અથવા પૈસાનો બગાડ થવો.
સપનામાં તડકો જોવો એટલે પદોન્નતિ અને લાભ થવો.અગ્નિની જવાળા જોવી એટલે ખોટા રસ્તેથી ધનની પ્રાપ્તિ.સપનામાં વાદળો જોવા એટલે રાજ્યથી લાભ થવો.
જો તમે સપનામાં તોફાન કે વિજળી પડતા જોઈ તો સમજો કે તમે કોઈ મુસીબતમાં ફસાવાના છો.સપનામાં કોઈ સૂકું અન્ન દેખાય તો મુશ્કેલી આવી શકે છે.સપનામાં વિંટી પહેરવી એટલે ધન લાભ અને ખુશીઓ આવશે.સપનામાં ઊંટના દર્શન થવા એટલે ધનમાં વધારો થશે.
જો તમે સપનામાં મુશળધાર વરસાદ જુઓ તો ઘરમાં કલેશ અને રોગો વધવાની શક્યતા છે.સપનામાં લીલો બગીચો દેખાય તો ધનની વૃદ્ધિ થયા છે.સપનામાં સૂકો બગીચો જોવો એટલે અચાનક મુશ્કેલીઓ આવી જવી.સપનામાં તમારા વાળ કપાયેલા હોય તો માની લો કે તમને દેવામાંથી મુક્તિ મળશે અથવા પુત્રની પ્રાપ્તિ થશે.સપનામાં પોતાના વાળ જોવા એટલે આર્થિક મજબૂતાઈ આવવી.
અચાનક સપનામાં જે જ્યોત દેખાય છે તે ઝઘડાઓનું પ્રતીક છે, ઝડપી સ્વભાવ. અને જો તમે સ્વપ્ન કરો છો કે તમે આગને સમર્થન આપો છો, તો તેના વિલીનને અટકાવી શકો છો, પછી વાસ્તવિક જીવનમાં તમે પરિવારની ગરમીને જાળવી રાખવા માટે અત્યંત પ્રયત્ન કરી રહ્યા છો. સામાન્ય રીતે, સ્વપ્નમાં આગ જોવા માટે હકારાત્મક નિશાની છે, જેનો અર્થ છે કે તમે વાસ્તવમાં તમારી આગળ પ્રકાશ જુઓ છો અને કુમાર્ગે ન જાય. એક સુવર્ણ આશ્ચર્ય અથવા એક પરિચિત વ્યક્તિ નવા સકારાત્મક ગુણોની શોધ – એક જ્યોત કિન્ડલ. અકલ્પનીય નસીબ અને જગ્યા નફા માટે – આગ ઘર અથવા અન્ય તમારી મિલકતમાં બર્નિંગ ડ્રીમ્સ. એક અસ્પષ્ટ જ્યોત, જેમ કે ધુમ્મસથી જીવનમાં જોવામાં આવે છે, તો તમે અવાસ્તવિક સ્વપ્નોથી ઘેરાયેલા છો, કંઈક બીજું ફેરવો. જ્યોત કે જેમાંથી ફૂંકાય છે અને ધૂમ્રપાન પ્રવાહ આવે છે, તે નાની તકરાર અને મતભેદોનું પ્રતીક છે. કદાચ, દુશ્મનો તમારા સંપત્તિ કબજે કરવાના સ્વપ્ન. જો તમે સપનું જોયું છે કે તમે આગ પર કંઈક બર્ન કરો – આનો અર્થ એ કે ઝડપી નવા પરિચિતો અને જીવનમાં સુંદર ફેરફારો. તમારા હાથમાં જ્યોત લો, જ્યારે બર્ન ન મળે – એક નિશાની કે જે તમારા દુશ્મનો તમને નુકસાન નહીં કરી શકે, ભલે ગમે તેટલી મહેનત કરતા હોય. એક સ્વપ્ન એક બોનફાયર પર આવો – સફળતાપૂર્વક મહાન મહત્વ એક મહત્વપૂર્ણ અને જટિલ કાર્ય કરે છે. ગરીબી અને ભૂખમરા માટે બુઝાઇ ગયેલ સગડી વધે છે, પરંતુ તે દર્દીને પુનઃપ્રાપ્તિ માટે પ્રકાશિત કરે છે. એક વિદેશી વાર્તા છે. જેમાં કુટુંબ દેવામાં ડુબેલું છે.આવકનો કોઇ સ્ત્રોત નથી.આ કુટુંબમાં એક નાનો છોકરો હતો. એ લાકડાના ઝૂલી શકાય તેવા ઘોડા પર બેસી ઘોડાને ઝુલાવતો ઝુલાવતો રેસકોર્સ પર કયાં ઘોડા પર નાણા લગાવવા તેની તેના પિતાને ટીપ આપતો હતો. તેના પિતા તે ઘોડા પર નાણા લગાવતા હતા અને ઇનામી રકમ મળતી હતી. આમ, કરતા કરતા દેવું ચુકવાઇ ગયું. બીજી બાજુ બાળક બિમાર પડ્યું અને તેનું અવસાન થયું!!
હમણા એક રસપ્રદ ઘટનાબની. અમેરિકાના વર્જિનિયાના એલોન્જો કોલમેનને સ્વપ્ન જોવાનો ગાંડો શોખ છે. તેણે સ્વપ્નનામાં વર્જિનિયા લોટરીનો એક નંબર જોયો. બીજા દિવસે સ્વપ્નમાં જોયેલા નંબરવાળી લોટરીની ટિકિટ ખરીદી. કોલમેન માટે બગાસુ ખાતા પતાસું મળ્યું. ભાગ્યશાળીને ભૂત રળે. તેના નસીબ આડેનું પાંદડું ખસી ગયું.તેને અઢી લાખ ડોલર એટલે બે કરોડ રૂપિયાનું ઇનામ લાગ્યું.
આપણા નમૂના રાજુ રદીને સ્વપ્નમાં ૦૦૦૦૦૦૦૦૦૭ નંબર આવે છે. રાજુ રદીના હાથમાં ખંજવાળ આવે છે- લોટરીમાં કરોડો રૂપિયા જીતવાની ખંજવાળ આવે છે. ખાટલે મોટી ખોડ એ છે કે આપણે લોટરીના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મુકયો છે. રાજુ રદી આપણી ગુર્જર લક્ષ્મી નામની લોટરી ફરી ચાલુ કરવા ગુહાર લગાવે છે કે જેથી સ્વપ્નમાં દેખાતા નંબરની ટિકિટ ખરીદી રોડપતિમાંથી કરોડપતિ બની શકાય!!!

– ભરત વૈષ્ણવ