કરચલીયાપરામાં ઘરમાં ઘુસી આતંક મચાવનાર ૧૧ પૈકી ૯ શખ્સ પકડાયા

7

મંગળવારે રાત્રે ટોળકીએ આતંક મચાવી ઘરમાં ફર્નિચર તથા વાહનોની કરી હતી તોડફોડ
ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં મંગળવારની રાત્રીના સુમારે જુની અદાવતની દાઝ રાખી ઘરમાં ઘુસી ૧૧ શખ્સોની ટોળકીએ આતંક મચાવ્યો હતો અને ઘરના ફર્નિચર તથા વાહનોની તોડફોડ કરી ફરાર થઇ ગયા હતાં. આ બનાવમાં પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ૧૧ પૈકી ૯ શખ્સોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. જ્યારે ફરાર બે શખ્સોની શોધખોળ ચાલી રહી છે. શહેરના ક.પરા, રાણિકા ગેટ પાસે ૧૧ શખ્સોએ હથિયારો સાથે ધસી જઇ કરેલી મારામારી અને તોડફોડની ઘટનામાં નિમીષાબેન ગોપાલભાઇ રાઠોડ નામના પરિણીતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ૧૧ પૈકીના નવ શખ્સ આલોક સતીષભાઇ મકવાણા, મનીષ ઉર્ફે ધારી ભગવાનભાઇ ચુડાસમા, જનક ઉર્ફે જનકો કિરણભાઇ ગોહેલ, ધાર્મિક ઉર્ફે ધમો સતીષભાઇ વેગડ, વિજય વિઠ્ઠલભાઇ મકવાણા, બિરજુ ઉર્ફે પોતો મહેશભાઇ વાજા, મયુર મહેશભાઇ વાજા, પવન વિજયભાઇ ચુડાસમા અને વિજય માવજીભાઇ ચુડાસમાને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતાં.