મોકે ઘા : ૪ બાટલા અને ૧ ચુલા સાથે રાંધણગેસના ભાવ વધારાનો ‘આપે’ નોંધાવ્યો વિરોધ

7

મોંઘવારીનો માર દિનપ્રતિદિન વધી રહ્યો છે. છતાં તેને નિયંત્રણમાં લેવા કોઇ પગલા ભરાતા નથી. ગઇકાલે જ સરકારે ઘરેલું રાંધણગેસના સિલીન્ડરમાં રૂા.૫૦નો કમ્મરતોડ વધારો ઝીંક્યો હતો. આ મામલે મધ્યમ વર્ગમાં દેકારો બોલી ગયો છે. જો કે, દેશમાં વિપક્ષની ભૂમિકામાં રહેલ કોંગ્રેસ આ મામલે વિરોધ કરવા હજુ રસ્તા પર આવ્યું નથી. દરમિયાનમાં આજે ભાવનગરના ઘોઘાગેટ ચોકમાં આમ આદમી પાર્ટીએ રાંધણગેસના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. કાર્યક્રમને અસરકારક બનાવવા કાર્યકર્તાઓ રાંધણગેસના ચાર બાટલા અને એક ચુલો પણ સાથે લઇ આવ્યા હતાં !