પ્રભુદાસ તળાવમાં બુલડોઝર ફેરવાયું : કેબીનો મુકી સાથે દિવાલો ચણાઇ હતી, વિજ તંત્રએ કનેકશન પણ ફાળવેલા !

9

મહાપાલિકાનો એસ્ટેટ વિભાગ અજીતસિંહની આગેવાનીમાં છેલ્લા ઘણા દિવસોથી ફુલફોર્મમાં કામગીરી કરી રહ્યો છે. એક દિવસ પૂર્વે કુંભારવાડા મિલની ચાલીમાં કાર્યવાહી કરી તે કઠીન હતી ત્યાં આજે પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ફાયર સ્ટેશનથી વિજ સબ સ્ટેશનની દિવાલે ખડકાયેલા અને કેબીનો મુકી દિવાલો ચણી લેવાયેલા ૧૫ જેટલા દબાણો પર બુલડોઝર ફેરવાયું હતું. આશ્ચર્યની બાબત તો એ છે કે, આ ગેરકાયદે કેબીનોમાં વિજ તંત્રએ કનેકશન પણ ફાળવી દીધા હતાં અને મીટર પણ જોવા મળ્યા હતાં. મંજૂરી વગરની અને ગેરકાયદે કેબીનો છતાં વીજ તંત્રએ કયા આધારે કનેકશન ફાળવ્યા તે તપાસનો વિષય છે.