મહેન્દ્ર સિંહ ધોની ૪૧ વર્ષનો થયો, લોકોએ શુભકામનાઓ પાઠવી

6

નવી દિલ્હી,તા.૭
મહેન્દ્ર સિંહ ધોની, ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં ભાગ્યે જ કોઈ ક્રિકેટ પ્રેમી એવો હશે જે આ નામથી અજાણ હોય. મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે ક્રિકેટ કારકિર્દીમાંથી નિવૃતિ લઈ લીધી હોય, કેપ્ટનશીપ છોડી દીધી હોય પરંતુ તેનો રેકોર્ડ આજે પણ પહેલાં જેવો જ છે. વિરાટ કોહલી ભલે આજે ભારતીય ટીમનો કેપ્ટન હોય પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીની કમી આજે પણ દર્શકોને ક્રિકેટના મેદાન પર જોવા મળે છે. ધોની ૪૧ વર્ષનો થઈ ગયો છે. આ ૪૧ વર્ષમાં ધોનીએ પોતાના જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા. અર્શથી ફર્શ સુધીની સફર ધોની માટે સરળ ન હતી. ધોનીના જન્મદિવસ પર અમે તમને તેના જીવન વિશે કેટલીક એવી વાતો જણાવીશું જે તમે જાણતા નહીં હોય. મહેન્દ્ર સિંહ ધોની એકમાત્ર એવો કેપ્ટન છે, જેણે ૈંઝ્રઝ્રની ત્રણેય મોટી ટ્રોફી પર કબ્જો કર્યો છે. ધોનીની કેપ્ટનશીપમાં ભારત ૈંઝ્રઝ્ર વર્લ્ડ ટી-૨૦, ક્રિકેટ વર્લ્ડકપ અને ૈંઝ્રઝ્ર ચેમ્પિયંસ ટ્રોફીનું ટાઈટલ જીતવામાં સફળ રહ્યો. ધોનીની પહેલી પસંદ ફૂટબોલ હતી. ધોની સ્કૂલની ટીમમાં ગોલકિપર હતો. ફૂટબોલ સાથે તેનો પ્રેમ જગજાહેર છે. ઈન્ડિયન સુપર લીગમાં ધોનીએ ચેન્નઈ એફસીની ટીમ ખરીદી છે. ફૂટબોલ પછી બેડમિન્ટન પણ ધોનીની પસંદગીની રમત છે. આ રમત સિવાય ધોનીને મોટર રેસિંગ સાથે ખાસ લગાવ છે. તેણે મોટર રેસિંગમાં માહી રેસિંગ ટીમ નામની એક ટીમ પણ ખરીદી છે. ધોની પોતાના વાળની સ્ટાઈલ માટે જાણીતો છે. ક્યારેક લાંબા વાળ માટે જાણીતો ધોની સમયાંતરે પોતાની હેર સ્ટાઈલ બદલતો રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી પરવેઝ મુશર્રફ પણ ધોનીના વાળની પ્રશંસા કરી ચૂક્યા છે. પરંતુ શું તમને ખબર છે કે ધોની ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમના વાળનો દીવાનો રહ્યો છે. ધોની ૨૦૧૧માં ભારતીય સેનામાં માનદ લેફ્ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યો. ધોની અનેકવાર કહી ચૂક્યો છે કે ભારતીય સેનામાં જવાનું તેનું બાળપણનું સપનું હતું. ધોની અવારનવાર બોર્ડર પર સૈનિકો સાથે જઈને પોતાનો સૈન્ય પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે. ૨૦૧૫માં આગ્રા સ્થિત ભારતીય સેનાના પેરા રેજિમેન્ટમાં પેરા જમ્પ લગાવનાર પહેલો સ્પોર્ટ્‌સ પર્સન બન્યો. તેણે પેરા ટ્રુપર ટ્રેનિંગ સ્કૂલથી ટ્રેનિંગ લીધા પછી ૧૫,૦૦૦ ફૂટની ઉંચાઈએથી પાંચ છલાંગ લગાવી, જેમાં એક છલાંગ રાત્રે લગાવી હતી. મહેન્દ્ર સિંહ ધોની મોટરબાઈક્સનો દીવાનો છે. તેની પાસે બે ડઝન આધુનિક મોટર બાઈક છે.