બ્રિટિશPMની રેસમાં ૬ નામઃભારતીય મૂળના ઋષિ સુનક સૌથી આગળ

4

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદીય દળના નેતા પદેથી રાજીનામું આપશે. વડાપ્રધાન તરીકે તેઓ ઓક્ટોબર સુધી કામ કરશે. ઓક્ટોબરમાં પાર્ટીનું સંમેલન મળશે. જેમાં નવા વડાપ્રધાનની પસંદગી થશે. અનેક મીડિયો રિપોર્ટ્‌સના દાવા મુજબ બોરિસ વડાપ્રધાન પદેથી પણ રાજીનામું આપશે. જો કે હવે તેવું નક્કી થયું છે કે તેઓ માત્ર પાર્ટી નેતાનું પદ છોડશે. રેસમાં ૬ નામ છે.સૌથી આગળ ભારતીય મૂળના ઋષિ સુનક માનવામાં આવે છે. જોનસનના ઈલેક્શન કેમ્પેઈનમાં ઋષિનો મહત્વનો રોલ રહ્યો. પ્રેસ બ્રીફિંગમાં પણ સરકારના ચહેરા તરીકે મોટા ભાગે તેઓ જ નજરે પડ્યા. અનેક પ્રસંગ તો એવા પણ આવ્યા જ્યારે ટીવી ડિબેટમાં બોરિસની જગ્યાએ ઋષિએ ભાગ લીધો. જેને લઈને વિપક્ષી લેબર પાર્ટીએ પણ સવાલો પણ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે હકિકતમાં વડાપ્રધાન કોણ છે.