ચોરીના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપી કોજળી ગામના બસ સ્ટેન્ડથી ઝડપાયો

9

ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનના ચાર વર્ષ અગાઉના ચોરીના ગુનામાં સંડોવાયેલ ફરાર આરોપીને શુક્રવારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહુવા તાલુકાના કોજળી ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો. ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે મહુવા તાલુકાના નેસવડ ગામે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે નીલમબાગ પોલીસ સ્ટેશનના ચાર વર્ષ અગાઉના ચોરીના ગુનાનો ફરાર આરોપી કોજળી ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભો છે તે હકીકતના આધારે કોજળી ગામે તપાસ કરતા મૂળ જસાધાર વાળો અને હાલ મહુવા તાલુકાના કોજળી ગામે રહેતો ધીરુભાઈ કરસનભાઈ શિયાળ મળી આવતા તેની અટકાયત કરી નીલમબાગ પોલીસ સ્ટેશને સોંપી દીધેલ આમ ચાર વર્ષથી ચોરીના ગુનાનો ફરાર આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી.