રેડક્રોસમાં હવે દરરોજ દાંતના રોગોની રાહતદરે સેવા મળશે

9

પાર ડ્રગ્સ દ્વારા રેડક્રોસ ખાતે ડેન્ટલ યુનિટનું કરાયુ લોકાર્પણ
લોકોને રાહતદરે દાંતના રોગોની સારવાર મળી શકે તે હેતુથી સંવેદના પ્રોજેકટ અંતર્ગત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર ને પારડ્રગ્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા સ્વ વલ્લભભાઈ સવાણી પરિવારના સહકારથી આધુનિક સુવિધા સભર ડેન્ટલ યુનિટ આપવામાં આવ્યું છે આ દાંતના રોગોની સારવાર માટેના અત્યાધુનિક સાધનો સાથે ડોકટરની ટિમ દ્વારા રેડક્રોસ, ભાવનગર ખાતે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દાંતના આ વિભાગનું લોકાર્પણ પારડ્રગ્સ એન્ડ કેમિકલ્સના સીઈઓ જીજ્ઞેશભાઈ સવાણી, ઘનશ્યામભાઈ સવાણી, સંકેતભાઈ ત્રિવેદી, રોટરી કલબ ભાવનગરના પ્રમુખ જતીનભાઈ ભાયાણી, સેક્રેટરી કેતનભાઈ પારેખ, ડો મનીષભાઈ વકીલ સહિતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું દાતા સવાણી પરિવારનું આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું.રેડક્રોસના હોદ્દેદારો, સ્વંયસેવકો, લાભાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રેડક્રોસ ખાતે અત્યાધુનિક સાધનો સાથે નું ડેન્ટલ ક્લિનિક રોજ સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૮ દરમ્યાન ચલાવવામાં આવશે જેમાં દાંતના રોગોના નિષ્ણાત ડો.હાર્દિક ભડીયાદ્રા સેવા આપશે ઉપરાંત ભાવનગરના અન્ય નિષ્ણાત દાંતના રોગના સુપર સ્પે.ની ઓ.પી.ડી સેવાઓ પણ મળશે ઉપરોક્ત સારવાર તદ્દન રાહતદરે લોકોને આપવામાં આવશે.