GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

17

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧. ગુજરાત કયાં અક્ષાંશ અને રેખાંશ વચ્ચે આવેલુ છે ?
– ર૦ં – ૦૧ં થી ર૪ં – ૦૭ં ઉ.અ. અને ૬૮ં – ૦૪ં થી ૭૪ં- ૦૪ં પુ.રે. વચ્ચે
ર. ભારતના કુલ ક્ષેત્રફળમાંથી ગુજરાત કેટલુ ક્ષેત્રફળ ધરાવે છે ?
– પ.૯૮ ટકા વિસ્તાર
૩. ગુજરાતની ઉતરે કયાં કયાં ડુંગરો આવેલા છે ?
– મારવાડ, મેવાડં શિરોહી અને અરવલ્લી ગિરિમાળાના
૪. આઝાદી પહેલા ગુજરાતમાં કેટલા નાના મોટા રજવાડા હતા ?
– ૩૯૬
પ. દક્ષિણ ગુજરાતનું મેદાન કયા નામે ઓળખાય છે ?
– પૂરના મેદાન
૬. ચરોતરનું મેદાન કંઈ બે નદી વચ્ચે આવેલું છે ?
– મહી અને શેઢી
૭. ગુજરાતના મધ્યભાગમાંથી કયું વૃત પસાર થાય છે ?
– કર્કવૃત
૮. ગુજરાતમાં શિયાળામાં સૌથી વધુ ઠંડી કયા પડે છે ?
– નલિયા અને ડીસામાં
૯. ગુજરાતમાં વરસાદ કયા પવનો લાવે છેુ?
– નૈઋૃત્યના મોસમી પવનો
૧૦. ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયારે થયેલો ?
– ભીમદેવ સોલંકીના સમયમાં (૧ર૦૦)
૧૧. ભારતમાં કુલ જમીનના આશરે કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે ?
– રર ટકા
૧ર. ગુજરાતમાં કુલ જમીનના આશરે કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે ?
૧૦ ટકા
૧૩. રણને આગળ વધતું અટકાવવા શાનું વાવેતર થાય છે ?
– ગાંડા બાવળનું
૧૪. કચ્છના રણને આગળ વધતું અટકાવવા કયો બંધ બાંધવામાં આવ્યો છે ?
– સુરજબારી બંધ
૧પ. ગુજરાતની કંઈ નદીઓ અંતઃસ્થ નદીઓ છે ?
-બનાસ સરસ્વતી અને રૂપેણ
૧૬. નર્મદા નદીની કુલ લંબાઈ કેટલી છે ? ગુજરાતમાં તેની લંબાઈ કેટલી છે ?
– ૧૩૧ર કિમી – ૧૬૦ કિમી ગુજરાતમાં
૧૭. નર્મદા નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ?
– સરદાર સરોવર
૧૮. તાપી નદી પર કયા બે બંધ બાંધવામાં આવ્યો છે ?
– કાકરાપાર અને ઉકાઈ
૧૯. ગુજરાતની કંઈ નદીનો ઉલ્લેખ ટોલેમીએ ‘ર્સ્રૈજ’ તરીકે કરેલો ?
– મહીસાગર (વણાકબોરી અને કડાણા બંધો)
ર૦. સાબરમતીની લંબાઈ કેટલી છે ?
– ૩ર૧.૮૭ કિમી – (ધરોઈ ડેમ)
ર૧. બનાસ નદીનું પ્રાચીન નામ જણાવો
– પર્ણાશા
રર. વલસાડ શહેર કઈ નદી કિનારે વસેલુ છે ?
– ઔરંગા
ર૩. કઈ નદીના પટમાંથી કાલુ માછલી મળે છે ?
– કોલક નદી
ર૪. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ભાદરની લંબાઈ કેટલી છે ?
– ૧૯૩.૧ર કિ.મી.
રપ. શેત્રુંજીની લંબાઈ કેટલી છે ? તેના પર કયા બે બંધો બાંધવામાં આવ્યા છે ?
-૧૭ર.૮ કિ.મી. – ખોડિયાર અને રાજસ્થળી ખાતે

Previous articleગુરુ પૂર્ણિમા ગુરુના આશીર્વાદ મેળવવાનો દિવસ
Next articleસ્કાઉટ ગાઈડ સતાબ્દી વર્ષ