NDRF ટીમનો ભાવનગરમાં પડાવ

17

ભાલ પંથકના સંભવિત પુરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ માહિતી મેળવી
ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે જ્યારે આવતીકાલથી ત્રણ દિવસ અતિભારે વરસાદની સંભાવના છે આથી ભાવનગરનો રેડ ઝોનમાં સમાવેશ કરાયો છે ત્યારે સંભવિત આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સતર્ક બની ગયું છે. જિલ્લા વહિવટી તંત્રના વડા એવા કલેક્ટર યોગેશ નિરગુડે સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. દરમિયાનમાં આજે શહેર-જિલ્લાના દરેક કચેરીઓના અધિકારીઓ સાથે મિટીંગ કરી ઉભી થનારી સ્થિતિને ભરી પીવા ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી.બીજી બાજુ ભાવનગરમાં મોકલાયેલી એનડીઆરએફની ટીમને હજુ અહીં જ રખાઇ છે. ગઇકાલે ટીમના સભ્યોને ભાલ પંથકના ગામોમાં મોકલાયા હતા જેથી ભાલની ભુગોળથી પરિચિત થઇ શકે. અતિભારે વરસાદ પડે તો ભાલના કેટલાક ગામો જળબંબાકાર થઇ શકે છે. આથી તંત્રએ આગોતરી તૈયારીના ભાગરૂપે એનડીઆરએફની ટીમને ભાલ પંથકની વિઝીટ કરાવી હતી જેથી રાહતકાર્યની સંભાવના ઉભી થાય તો અનુકૂળતા રહી શકે.

Previous articleશહેરમાં વરસાદી માહોલ વચ્ચે મકાન અને વૃક્ષ પડવાની ઘટના
Next articleઢોરની સમસ્યા મુદ્દે તંત્ર અને શાસકો નિંભર