શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મકાન અને વૃક્ષ પડવાની ઘટના

18

એમ.જી.રોડ પરના ખાંચામાં મકાન પડતા બે વાહનોને નુકસાન
ભાવનગર શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે.વરસાદી માહોલમાં શહેરની મુખ્ય બજારમાં એક જુનવાણી મકાન અને સરદારનગર વિસ્તારમાં એક ઝાડ તૂટી પડયું હતું.ભાવનગર શહેર અને જિલ્લામાં ચોમાસુ જામ્યું છે,છેલ્લા ચાર દિવસથી શહેરમાં વરસાદી માહોલના પગલે ગઈ કાલે શહેરના એમ.જી.રોડ,મશહૂર જ્યૂસની બાજુના ખાંચામાં આવેલ એક જુનવાણી મકાન તૂટી પડયું હતું.મકાન બંધ હાલતમાં હોય સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી,જોકે મકાન પાસે પાર્ક કરેલા બે વાહનોને નુકસાન થયું હતું.આ ઉપરાંત શહેરના સરદારનગર સર્કલ નજીક રોડ પાસેનું એક લીમડાનું ઝાડ પણ તૂટી પડયું હતું.ભાવનગરમાં વરસાદી પાણી ભરાવાના કારણે રોડમાં પણ ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે.

Previous articleભાવનગરમાં આજે રેડ એલર્ટ
Next articleNDRF ટીમનો ભાવનગરમાં પડાવ