સો શિક્ષક બરોબર એક માતા : નંદકુંવરબા કોલેજમાં ગુરૂપૂર્ણિમા પર્વે થઇ માતૃવંદના

2

નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે ગુરુપૂર્ણિમાના અવસરે ‘માતા એક સખી’ વિષય ઉપર માતૃત્વ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ‘માતા એક સખી’ વિષય ઉપર વક્તા નેહલબેન ગઢવીનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.ભારતીય સંસ્કૃતિ એ પ્રાચીન સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિમાં માતાને પણ ગુરૂ માનવામાં આવે છે. સો શિક્ષક બરોબર એક માતા એ માન્યતા ભારતીય સંસ્કૃતિમાં રહેલી છે. માતા એ દરેક વ્યક્તિની પ્રથમ ગુરૂ છે સંસ્કારો જીવન પદ્ધતિ કેમ શીખવી એ માતા પોતાના બાળકને શીખવાડતી હોય છે આ જ સૌરાષ્ટ્રની પ્રાચીન કહેવત હતી કે ગામના શિક્ષકને લોકો માસ્તર કહીને સંબોધન કરતા માસ્તર એટલે માં જેટલું સ્તર, નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની માતાઓ માટે માતૃત્વ સંમેલન યોજવામાં આવ્યું હતું, અને આ દિવસે માતૃવંદના કરીને ગુરૂપૂર્ણીમાની ઉજવણી કરવામાં આવી. ત્યારબાદ માતા એક સખી વિષય ઉપર નેહલબેન ગઢવી એ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે દીકરીને દરેક માતાએ પોતાની સખી માનવી જોઈએ. દરેક દીકરીને મૂળભૂત પરંપરાના સંસ્કારો આપવા જોઈએ. તોજ ભવ્ય ભારાતનું નિર્માણ થઇ શકશે.